<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

સુબ્રત રોયને મળવા એર-હોસ્‍ટેસો આવતી, દારૂની બોટલો પણ જોયેલીઃ કેજરીવાલને ફરિયાદ કરી પણ કોઈ પગલાં લેવાયાં નહીં

તિહાડ જેલના ભૂતપૂર્વ PRO સુનીલ ગુપ્તાનો આરોપ

નવી દિલ્‍હી, તા.૨૭: દિલ્‍હીમાં આવેલી તિહાડ જેલના ભૂતપૂર્વ પબ્‍લિક રિલેશન્‍સ ઑફિસર સુનીલ કુમાર ગુપ્તાએ આરોપ લગાવ્‍યો હતો કે ‘સહારા ગ્રુપના વડા સુબ્રત રૉયને જ્‍યારે તિહાડ જેલમાં રાખવામાં આવ્‍યા હતા ત્‍યારે તેમને જેલમાં મળવા માટે દિવસમાં બે-ત્રણ વાર ઍર-હૉસ્‍ટેસો આવતી હતી અને તેમની સાથે કલાકો સુધી રહેતી હતી.

મેં આ વાતની જાણકારી તત્‍કાલીન મુખ્‍ય પ્રધાન અરવિંદ કેજરીવાલને આપી હતી, પણ તેમણે કોઈ પગલાં લીધાં નહોતાં. મેં તેમના સેલમાં શરાબની બૉટલો પણ જોઈ હતી. આ મુદ્દે વધુ આરોપ લગાવતાં સુનીલ ગુપ્તાએ કહ્યું હતું કે ‘સુબ્રત રૉયને જેલમાં ઘણી સુવિધાઓ મળી હતી. સુપ્રીમ કોર્ટનો નિર્દેશ હતો કે એ તમામ કાનૂની રીતે હોવી જોઈએ, પણ ઘણી ચીજો ગેરકાનૂની થતી હતી.' સુબ્રત રૉયનું નિધન ૨૦૨૩ના નવેમ્‍બર મહિનામાં થયું હતું અને આ આરોપ વિશે તેમના પરિવારે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

(3:29 PM IST)