News of Thursday, 27th February 2025
મહાકુંભમાં પ૦ હજાર લોકો સ્વજનોથી પડયા વિખુટા : ટેકનોલોજીથી પરિવાર સાથે મીલન
યુપી સરકારે છૂટા પડેલ લોકો માટે ૧૦ ખોયા-પાયા સેન્ટર ઉભા કરેલ એઆઇ, મશીન લર્નીગ તથા વિવિધ ભાષાના ઉપયોગથી કુટુંબ સાથે મેળાપ શકય બન્યો

પ્રયાગરાજ, તા. ર૭ : મહાકુંભમાં કરોડો લોકોએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું.ત્યારે કુંભ મેળામાં અનેક લોકો તેમના સ્વજનોથી વિખુટા પડે તે સ્વાભાવિક છે. કુંભ તે માટે વર્ષોથી જાણીતો પણ છે. પ્રયાગરાજમાં યોજાયેલ મહાકુંભમાં ૫૦,૦૦૦ જેટલા લોકો તેમના સ્વજનો કે પરિવારજનોથી વિખુટા પડયા હતા. જોકે ઉત્તરપ્રદેશ સરકારે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરેલા આયોજનના કારણે તમામ વિખુટા પડેલા લોકો તેમના સ્વજનોને મળી ગયા હતા.
મહાકુંભમાં ઉભા કરાયેલા ખોયા-પાયા સેન્ટરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ફેસ રેક્ગ્નિશન ટેકનોલોજી,મશીન લનિર્ંગ અને વિવિધ ભાષાના ઉપયોગના કારણે તમામ વિખુટા પડેલા લોકોનું મિલન થયું હતું. તેમાં સરકારના અધિકારી-કર્મચારીઓ તેમજ સ્વયંસેવકોની ભૂમિકા મહત્વની રહી છે.
મહાકુંભમાં ૪૦ કરોડ જેટલા લોકો આવશે તેવા અનુમાન સાથે આયોજન કરાયું હતું, વિખુટા પડેલા લોકો આસાનીથી તેમના સ્વજનોને મળે તે માટે ૧૦ ખોયા-પાયા સેન્ટર ઉભા કરાયા હતા. આ ઉપરાંત લાઉડ સ્પીકર એવી રીતે ગોઠવાયા હતા કે કોઇ પણ સ્થળેથી કરાયેલી જાહેરાત બધે સંભળાતી હતી. (૯.રર)
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
