<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

હું હિન્‍દુ છું અને સર્વ ધર્મને પ્રેમ કરૂં છું: જન્‍મથી કોંગ્રેસી છું: મહાકુંભમાં શ્રધ્‍ધા છે

કર્ણાટક કોંગ્રેસના દિગ્‍ગજ ડીકે શિવકુમારે અટકળો ફગાવી કહયું: ભાજપના આક્ષેપોને ગંભીરતાથી લેતો નથી :યોગી સરકારના વખાણ કર્યા અને કોંગીના દિગ્‍ગજ ભાજપમાં જોડાઈ રહયાની અફવા શરૂ!

બેંગ્‍લુરૂ, તા.૨૭: કર્ણાટકના ડેપ્‍યુટી સીએમ અને કોંગ્રેસના દિગ્‍ગજ નેતા ડીકે શિવકુમારે મહાકુંભ દરમિયાન પ્રયાગરાજ સંગમમાં તાાન કરીને યોગી સરકારના વખાણ કર્યા હતા. ત્‍યારબાદ તેઓ મહા શિવરાત્રિના અવસર પર સદગુરુ જગ્‍ગી વાસુદેવના ઈશા યોગ કેન્‍દ્ર પણ ગયા. આ કાર્યક્રમમાં ગળહમંત્રી અમિતભાઈ શાહ પણ હાજર રહ્યા હતા. આ બધા બાદ એવી અટકળો શરુ થઇ હતી કે ડીકે શિવકુમાર પણ ભાજપમાં જોડાઈ શકે છે. એવામાં આ મામલે તેમણે સ્‍પષ્ટતા કરી છે કે હું જન્‍મથી જ કોંગ્રેસી છું.

મીડિયા સાથે વાત કરતા ડી.કે. શિવકુમારે કહ્યું, ઈશા ફાઉન્‍ડેશનની મુલાકાત લેવા બદલ મારી ટીકા થઈ ચૂકી છે. પરંતુ મને સદગુરુએ આમંત્રણ આપ્‍યું હતું, તેથી હું અહીં આવ્‍યો છું. હું જન્‍મથી હિન્‍દુ છું, જે તમામ ધર્મોને ચાહે છે. આનો અર્થ એ નથી કે હું ભાજપની નજીક આવી રહ્યો છું,  હું અમિતભાઈ શાહને મળ્‍યો પણ નથી.!

ડેપ્‍યુટી સીએમએ કહ્યું કે, મેં મીડિયા અને સોશિયલ મીડિયામાં જોયું છે અને મારા મિત્રો પણ ફોન કરીને પૂછી રહ્યા છે કે શું હું ભાજપની નજીક આવી રહ્યો છું, પરંતુ એવું નથી. હું જન્‍મથી કોંગ્રેસી છું. મને મહાકુંભમાં શ્રદ્ધા છે અને હું તમામ ધર્મોનું સન્‍માન કરું છું. હું ભાજપના આરોપોને ગંભીરતાથી લેતો નથી.(રર.૧૭)

(3:57 PM IST)