<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

પાકિસ્તાનની સંસદમાં ઉઠશે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પરાજયનો મુદ્દો :પીએમ શરીફ આપશે નિવેદન

ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની ટીમની અપમાનજનક હાર થઈ અને તેઓ ટૂર્નામેન્ટમાંથી ઝડપથી બહાર થઈ ગયા. તે મુદ્દે શરીફ સરકાર સંજ્ઞાન લેશે.

નવી દિલ્હી :ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાન ક્રિકેટ ટીમે નાક કપાવ્યું છે. આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનની યજમાની હેઠળ રમાઈ રહી છે. જો આ યજમાન ટીમ ગ્રુપ સ્ટેજથી પણ આગળ વધી શકી નથી. મોટી વાત એ છે કે પાકિસ્તાન ટીમ એક પણ મેચ જીત્યા વગર જ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ હવે પોતાની ટીમની હારનો મુદ્દો સંસદમાં ઉઠાવશે. તેઓ આ મામલાને વ્યક્તિગત રીતે સંસદમાં રાખશે. વડાપ્રધાન શરીફના રાજનીતિક અને સાર્વજનિક મામલાના સલાહકાર રાણા સનાઉલ્લાહે એક ખાનગી ચેનલ પર આ જાણકારી આપી છે.

પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાઝ (PML-N)ના નેતા રાણા સનાઉલ્લાહે કહ્યું કે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની ટીમની અપમાનજનક હાર થઈ અને તેઓ ટૂર્નામેન્ટમાંથી ઝડપથી બહાર થઈ ગયા. તે મુદ્દે શરીફ સરકાર સંજ્ઞાન લેશે.

રાણાએ કહ્યું કે, પાકિસ્તાનની ટીમનું ઘણું જ ખરાબ પ્રદર્શન રહ્યું છે, તેના પર વડાપ્રધાન વ્યક્તિગત રીતે વાત કરશે. તેઓ પાકિસ્તાન ક્રિકેટ સાથે જોડાયેલા મુદ્દાઓને સંસદ અને કેબિનેટમાં ઉઠાવશે. રાણાએ કહ્યું કે, ભલે જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એક સ્વતંત્ર સંસ્થા છે. આ બાર્ડ પોતાના નિર્ણયો તેઓ જ લે છે. પરંતુ તેઓ વડાપ્રધાનને અપીલ કરશે કે ટીમની હારનો મુદ્દો સંસદ અને કેબિનેટમાં ઉઠાવશે. આ દરમિયાન ચેરમેનની નિમણૂંકનો મુદ્દો પણ ઉઠાવશે.

પાકિસ્તાનની યજમાનીમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીએ થઈ હતી. પાકિસ્તાનમાં 29 વર્ષ બાદ કોઈ ICC ટૂર્નામેન્ટ રમાઈ રહી છે. ઓપનિંગ મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચમાં પાકિસ્તાન ટીમને 60 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

જે બાદ પાકિસ્તાન ટીમે બીજી મેચ 23 ફેબ્રુઆરીએ ભારત સામે રમી હતી. દુબઈમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે 6 વિકેટથી જીત મેળવી હતી. આ રીતે યજમાન ટીમ જ આ ટૂર્નામેન્ટ શરૂઆતના 5 દિવસોમાં જ પોતાની 2 મેચ હારીને બહાર થઈ ગઈ હતી.

જો કે ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન ટીમ પોતાની ત્રીજી એટલે કે અંતિમ મેચ બાંગ્લાદેશ વિરુદ્ધ રમવાનું હતું પરંતુ રાવલપિંડીમાં આ મેચ રમાઈ તે પહેલા જ ભારે વરસાદના કારણે મેચ ધોવાઈ ગઈ હતી. આ રીતે બંને ટીમને 1-1 પોઈન્ટ મળ્યો હતો. આ રીતે પાકિસ્તાનની ટીમ ગ્રુપ-એમાં સૌથી નીચે રહી હતી.

(7:56 PM IST)