<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

પહાડોમાં ભારે હિમવર્ષા અને વરસાદ શરૂ :પંજાબ હરિયાણા સહીત દિલ્હી અને ઉત્તર રાજસ્થાનમાં વરસાદ : પંજાબ -હરિયાણામાં કરા પડવાની પણ શકયતા

ભારે પવનને કારણે પાકને નુકસાન થઈ શકે:ઉત્તર અને ઉત્તર પૂર્વ રાજસ્થાન સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવા વરસાદની શક્યતા:દક્ષિણ ભારતમાં પણ વરસાદી ગતિવિધિઓ વધશે

નવી દિલ્હી :પહાડોમાં ભારે હિમવર્ષા અને વરસાદ શરૂ થયો છે, જે આગામી બે દિવસ સુધી ચાલુ રહેશે. પંજાબ, હરિયાણા સહિત દિલ્હી અને ઉત્તર રાજસ્થાનમાં વરસાદ થઈ રહ્યો છે, જે ધીમે ધીમે વધી શકે છે. પંજાબ અને હરિયાણામાં એક-બે જગ્યાએ કરા પડવાની શક્યતા છે અને ભારે પવનને કારણે પાકને નુકસાન થઈ શકે છે. ઉત્તર અને ઉત્તર પૂર્વ રાજસ્થાન સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવા વરસાદની શક્યતા છે. દક્ષિણ ભારતમાં પણ વરસાદી ગતિવિધિઓ વધશે. દેશના પશ્ચિમ કિનારે ચાલી રહેલી ગરમીનું મોજું હવે બે દિવસમાં સમાપ્ત થઈ જશે. દિલ્હીમાં પણ હવે ગરમીથી રાહત મળશે. તે જ સમયે, ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો થશે.તેમ સ્કાયમેટનો વર્તારો જણાવે છે 

(9:53 PM IST)