<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

ભાજપને 15 માર્ચ સુધીમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળવાની શક્યતા

અત્યાર સુધીમાં ૧૨ રાજ્યોમાં ભાજપના પ્રદેશ પ્રમુખોના નામ જાહેર થયા :આગામી 2 થી 3 દિવસમાં ભાજપ યુપીના જિલ્લા પ્રમુખોની પણ જાહેરાત કરશે

નવી દિલ્હી : ભાજપને આવતા મહિને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. સૂત્રો કહે છે કે ભાજપને 15 માર્ચ સુધીમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળવાની શક્યતા છે. અત્યાર સુધીમાં ૧૨ રાજ્યોમાં ભાજપના પ્રદેશ પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આગામી 2 થી 3 દિવસમાં ભાજપ યુપીના જિલ્લા પ્રમુખોની પણ જાહેરાત કરશે. ત્યારબાદ યુપીના ભાજપ પ્રમુખની ચૂંટણી થશે. આગામી 10 દિવસમાં, યુપી ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે.

(10:29 PM IST)