News of Friday, 28th February 2025
તુહિન કાંતા પાંડે સેબીના નવા ચીફ બનશે: બુચની જગ્યાએ ચાર્જ સંભાળશે :જાણો કેટલો કાર્યકાળ રહેશે
કેન્દ્ર સરકારે સેબીના નવા ચીફના નામની જાહેરાત કરી :નાણાં સચિવ તુહિન કાંતા પાંડેને જવાબદારી: તેઓ ઓડિશા કેડરના અધિકારી

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે સેબીના નવા ચીફના નામની જાહેરાત કરી છે. વર્તમાન નાણાં સચિવ તુહિન કાંતા પાંડેને આ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ ઓડિશા કેડરના અધિકારી છે અને મોદી 3.0 સરકારમાં ભારતના સૌથી વ્યસ્ત સચિવોમાંના એક છે. તેઓ હાલમાં કેન્દ્ર સરકારમાં ચાર મહત્વના વિભાગો સંભાળી રહ્યા છે. માધવી બુચનો કાર્યકાળ 3 માર્ચે પૂરો થયા બાદ તેઓ સેબી ચીફની જવાબદારી સંભાળશે. તેમનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના વર્તમાન અધ્યક્ષ માધબી પુરી બુચનો કાર્યકાળ 28 ફેબ્રુઆરી 2025 ના રોજ સમાપ્ત થાય છે. તેમની આ પદ પર 2 માર્ચ 2022ના રોજ નિમણૂક કરવામાં આવી હતી. સેબીના અધ્યક્ષ બનવાનું સન્માન મેળવનાર તેઓ પ્રથમ મહિલા હતા. અગાઉ, તે 2017 થી 2022 સુધી સેબીની હોલ ટાઈમ મેમ્બર (WTM) પણ રહી ચૂકી છે
તેમનો કાર્યકાળ અનેક વિવાદોથી ભરેલો હતો. જેમાં અમેરિકન ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ સૌથી મહત્વનો હતો, જેમાં અદાણી ગ્રૂપના વિદેશમાં રોકાણ અને સેબીની તપાસની પદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન, આચારસંહિતાનું ઉલ્લંઘન અને સેબી દ્વારા તપાસમાં બિનજરૂરી વિલંબના આક્ષેપો પણ થયા હતા. આને જોતા એવું માનવામાં આવતું હતું કે આ વખતે સરકાર કોઈ વરિષ્ઠ અમલદારને સેબીના ચેરમેન બનવાની તક આપી શકે છે, જેથી સંસ્થાનો કાર્યકાળ કોઈપણ અવરોધ વિના ચાલુ રહી શકે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સેબીના નવા પ્રમુખ માટે નાણા સચિવ તુહિન કાંતા પાંડે, IRDAIના અધ્યક્ષ દેવાશિષ પાંડા, આર્થિક બાબતોના વિભાગ (DEA) સચિવ અજય સેઠ અને તેલ સચિવ પંકજ જૈનના નામ રેસમાં હતા. આમાં તુહિન પાંડે પ્રબળ દાવેદાર હોવાનું કહેવાય છે. ઓગસ્ટ 2024 માં સોમનાથન કેબિનેટ સચિવ બન્યા પછી, તુહિન પાંડેને નાણા સચિવ બનાવવામાં આવ્યા. ત્યારથી તેઓ આ વિભાગને વધુ સારી રીતે ચલાવી રહ્યા હતા, જેના કારણે તેઓ પીએમ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણની નજરમાં આવ્યા હતા.
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
