તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 28th February 2025
ફેબ્રુઆરીના અંતિમ દિવસે વિદેશી રોકાણકારોની જોરદાર વેચવાલી :વર્ષ 2025નો રેકોર્ડ તોડ્યો
કુલ રૂપિયા 50,878.46 કરોડની કિંમતના શેરનું વેચાણ કર્યું ;આજના કડાકાને પગલે રોકાણકારોની રૂપિયા 9 લાખ કરોડની સંપત્તિનું ધોવાણ

મુંબઈ : ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII)એ શુક્રવારે જંગી પ્રમાણમાં વેચવાલી કરી હતી જ્યારે સ્થાનિક સંસ્થાગત રોકાણકારો(DII)એ મજબૂત ખરીદી જાળવી રાખી છે. આજે FII દ્વારા રૂપિયા 11,639.02 કરોડની ચોખ્ખી વેચવાલી કરવામાં આવી હતી.
શુક્રવારે વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ભારતીય ઈક્વિટી બજારમાં ભારે વેચવાલી કરી અને કુલ રૂપિયા 50,878.46 કરોડની કિંમતના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે રૂપિયા 39,239.44 કરોડની કિંમતના શેરની ખરીદી કરી હતી. આમ FII દ્વારા રૂપિયા 11,639.02 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. આજના કડાકાને પગલે રોકાણકારોની રૂપિયા 9 લાખ કરોડની સંપત્તિનું ધોવાણ થયું છે.
બીજી બાજુ ઘરઆંગણાના રોકાણકારો (DII)એ બજારમાં વિશ્વાસ જાળવી રાખતા કૂલ રૂપિયા 28,065.55 કરોડની કિંમતના શેર ખરીદ્યા હતા. અને રૂપિયા 15,756.92 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આમ DIIએ રૂપિયા 12,308.63 કરોડની કિંમતની ચોખ્ખી ખરીદી કરી હતી.
FII દ્વારા ભારે વેચવાલીથી બજાર દબાણ હેઠળ રહ્યું, જ્યારે DII દ્વારા મજબૂત ખરીદીથી બજારને અમુક અંશે સંભાળવામાં મદદ મળી. રોકાણકારો હવે વધુ દિશા માટે વૈશ્વિક સંકેતો અને સ્થાનિક આર્થિક પરિબળો પર નજર રાખી રહ્યા છે.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
