<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

પાકિસ્‍તાનના મદરેસા બ્‍લાસ્‍ટમાં ‘ફાધર ઓફ તાલિબાન'ના દીકરા હક્કાનીનું પણ મોત

ઇસ્‍લામિસ્‍ટ નેતા પર ટાર્ગેટ એટેક...મૌલાના સમી-ઉલ-હકને તાલિબાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે : પ્રાંતીય સરકારે એક સત્તાવાર નિવેદનમાં હુમલાની પુષ્ટિ કરી

કરાંચી, તા.૧: પાકિસ્‍તાનના ખૈબર પખ્‍તુનખ્‍વાના અકોરા ખટ્ટકમાં દારુલ ઉલૂમ હક્કાનીયા મદરેસામાં શુક્રવારની નમાજ દરમિયાન એક શક્‍તિશાળી આત્‍મઘાતી બોમ્‍બ વિસ્‍ફોટ થયો હતો. જેમાં છ લોકોના મોત નીપજ્‍યા હતા. જ્‍યારે ૨૦ જેટલા લોકો ઈજાગ્રસ્‍ત થયા હતા. આ વિસ્‍ફોટમાં જમિયત ઉલેમા-એ-ઇસ્‍લામ-સામી (થ્‍શ્‍ત્‍-લ્‍)ના વડા મૌલાના હામિદ-ઉલ-હક હક્કાનીનું મોત થયું હતું. જેમણે સ્‍વર્ગસ્‍થ મૌલાના સમી-ઉલ-હકના પુત્ર હતા. મૌલાના સમી-ઉલ-હકને તાલિબાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાંતીય સરકારે એક સત્તાવાર નિવેદનમાં હુમલાની પુષ્ટિ કરી છે.

ઐતિહાસિક મદરેસામાં થયેલા આત્‍મઘાતી હુમલામાં હામિદ-ઉલ-હકના દિકરાનું પણ મોત થયું છે. ખૈબર પખ્‍તુનખ્‍વાના મુખ્‍યમંત્રીના સૂચના સલાહકાર બેરિસ્‍ટર મોહમ્‍મદ અલી સેફે એક નિવેદનમાં મોતની પુષ્ટી કરી હતી. મળતી માહિતી મુજબ, ખૈબર પખ્‍તુનખ્‍વા સ્‍વાસ્‍થ્‍ય વિભાગે પેશાવરના તમામ હોસ્‍પિટલોમાં ઈમરજન્‍સી ઘોષિત કરી હતી.

મૌલાના સમી-ઉલ-હકના મોટા દિકરા હામિદ-ઉલ-હક રાજકારણી, ઈસ્‍લામી વિદ્વાન અને ૨૦૦૨થી ૨૦૦૭ સુધી નેશનલ અસેમ્‍બલીના પૂર્વ સદસ્‍ય હતા. પિતાની હત્‍યા પછી તેમણે જામિયા દારુલ ઉલૂમ હક્કાનીયાના વાઇસ ચાન્‍સેલર અને થ્‍શ્‍ત્‍-લ્‍ના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. ૨૦૨૩માં તેમણે ધાર્મિક રાજદ્વારી કાર્યના ભાગ રૂપે પાકિસ્‍તાની ધાર્મિક વિદ્વાનોના એક પ્રતિનિધિમંડળનું નેતૃત્‍વ અફઘાનિસ્‍તાનમાં કર્યું અને તાલિબાન નેતાઓ સાથે વાતચીત કરી હતી. તેમણે અગાઉ દાવો કર્યો હતો કે, તેમની મુલાકાતથી ઇસ્‍લામાબાદ અને કાબુલ વચ્‍ચેના અવિશ્વાસને દૂર કરવામાં મદદ થઈ હતી.

મૌલાના અબ્‍દુલ હક હક્કાની દ્વારા ૧૯૪૭માં સ્‍થાપિત હક્કાનિયા મદરસા ઘણા સમયથી જિહાદિયોને પૈદા કરવાને લઈને બદનામ રહ્‍યો છે. તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં અફઘાન તાલિબાનના વર્તમાન સેકન્‍ડ-ઇન-કમાન્‍ડ સિરાજુદ્દીન હક્કાની અને તાલિબાનના સ્‍થાપક નેતા મુલ્લા ઓમરનો સમાવેશ થાય છે. કટ્ટરપંથી ઇસ્‍લામિક જૂથો સાથેના ઐતિહાસિક સંબંધોને કારણે તેને જેહાદ યુનિવર્સિટી કહેવામાં આવે છે. મદરસા પહેલા પણ વિવાદનો સામનો કરી ચૂક્‍યું છે. જેના કેટલાક વિદ્યાર્થીઓ પર પૂર્વ પાકિસ્‍તાની વડાપ્રધાન બેનજીર ભુટ્ટોની હત્‍યામાં સામેલ હોવાના આરોપ છે. જો કે, આ આરોપીને લઈને મદરસા ઈનકાર કરી રહી છે.

અત્‍યાર સુધીમાં કોઈપણ આંતકવાદી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. પાકિસ્‍તાન બેવડી બળવાખોરીનો સામનો કરી રહયું છે. એકનું નેતૃત્‍વ ઈસ્‍લામી ચરમપંથિયો દ્વારા કરવામાં આવી રહ્‍યું છે અને બીજાનું નેતૃત્‍વ જાતીય અલગાવવાદિયો દ્વારા કરવામાં આવી રહ્‍યું છે. જેઓ સરકાર દ્વારા સંસાધનોની ફાળવણીમાં ભેદભાવનો દાવો કરે છે. જ્‍યારે અફઘાનિસ્‍તાનમાં તાલિબાનની વિચારધારા અને આત્‍મઘાતી બોમ્‍બ વિસ્‍ફોટોના કટ્ટર સમર્થક હામિદ-ઉલ-હક આખરે એ જ ઉગ્રવાદનો ભોગ બન્‍યા જેને તેમણે ટેકો આપ્‍યો હતો.

તેમના પિતા મૌલાના સમી-ઉલ-હકની પણ આવીજ હાલત થઈ હતી. ૨૦૧૮માં મૌલાના સમી-ઉલ-હકને તેમના ઘરમાં ચાકુ મારીને હત્‍યા કરી દેવામાં આવી હતી. આ મામલે સુરક્ષાકર્મીઓએ હુમલાને લઈને આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી હતી.(૨૩.૪)

(9:42 AM IST)