તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
શનિ શિંગણાપુરમાં આજથી શનિ મહારાજની શિલા પર બ્રેન્ડેડ તેલ જ ચડાવી શકાશે

શનિ શિંગણાપુર,તા.૧: મહારાષ્ટ્રના જાણીતા યાત્રાધામ શનિ શિંગણાપુરમાં શનિ મહારાજની શિલા પર આજથી બ્રેન્ડેડ તેલ જ ચડાવાશે, બીજું કોઈ તેલ ચડાવવા દેવામાં નહીં આવે એવો નિર્ણય મંદિરના ટ્રસ્ટી મંડળે લીધો છે.
શિંગણાપુરમાં શનિ મહારાજનું મંદિર છે પણ એ ઓપન ટુ સ્કાય છે. એને સામાન્ય મંદિરની જેમ દીવાલો કે છાપરું નથી, માત્ર એક ચબૂતરો છે જેના પર શનિ મહારાજ શિલારૂપે બિરાજમાન છે. દર વર્ષે લાખો ભાવિકો શનિ મહારાજનાં દર્શન કરીને એ શિલા પર તેલ ચડાવે છે જેમાં ભાવિકો અલગ-અલગ પ્રકારનાં તેલ ચડાવતા હોય છે. કેટલાંક તેલ ભેળસેળિયાં હોવાથી શનિ મહારાજની શિલાને નુકસાન થઈ રહ્યું છે એમ પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એક્ટ હેઠળ કરવામાં આવેલી ચકાસણીમાં જણાયું છે. એટલે ટ્રસ્ટીઓએ આજથી શનિ મહારાજની શિલાને વધુ નુકસાન ન થાય એ માટે ફક્ત બ્રેન્ડેડ અને એ પણ ફિલ્ટર્ડ તેલ જ ચડાવી શકાશે એવો નિર્ણય લીધો છે. ઘણા ભાવિકો બાટલીમાં કે પ્લાસ્ટિકની કોથળીમાં લાવે છે, પણ હવે એવું તેલ ચડાવી શકાશે નહીં.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
