તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
ઉત્તરાખંડમાં હિમસ્ખલનઃ ૩૩ મજૂરોનું રેસ્કયૂ, હજી અનેક લાપતા
હિમવર્ષા અને બર્ફીલા વાતાવરણમાં રેસ્કયૂ ઓપરેશન ચાલી રહ્યું છે

નવી દિલ્હી, તા.૧: ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માણા ગામમાં હિમસ્ખલન થયું હતું. જેમાં ૫૫ જેટલા બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) ના કામદારો ફસાયા હતા. જેમાંથી ૩૩ને રેસ્કયૂ કરીને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય ૨૨ મજૂરો લાપતા છે.
હિમવર્ષા અને બર્ફીલા વાતાવરણમાં રેસ્કયૂ ઓપરેશન ચાલી રહ્યું છે. માણા ગામમાં હિમસ્ખલન થયા બાદ બીઆરઓના મજૂરો ફસાયા હતા. તેઓને રેસ્કયૂ કરવાની કામગીરી ચાલી રહી છે. માણા અને બદ્રીનાથ વચ્ચે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન કેમ્પ સંપૂર્ણપણે હિમપ્રપાતમાં દબાઈ ગયો હતો.
મજૂરો સુધી પહોંચવા માટે ટીમોએ દિવસ દરમિયાન મુશ્કેલ એવા આ ભૂપ્રદેશને સહન કર્યો. ભારે બરફ અને બરફીલા તાપમાન હોવા છતાં રેસ્કયૂ ઓપરેશન જારી છે. શરૂઆતમાં ૧૦ કામદારો અને પછી અન્યને બહાર કાઢયા હતા એમ સૂત્રોએ જણાવ્યું હતું
બચાવવામાં આવેલા મજૂરોમાંથી ચારની હાલત ગંભીર હોવાનું સેનાના પીઆરઓએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ ૩૩ લોકોને સારવાર માટે માણામાં આઈટીબીપી કેમ્પમાં લઈ જવામાં આવ્યા છે.
બદ્રીનાથથી ત્રણ કિલોમીટર દૂર આવેલ માના ભારત-તિબેટ સરહદ પર ૩,૨૦૦ મીટરની ઊંચાઈ પર આવેલું આ છેલ્લું ગામ છે
સવારે ૭.૧૫ વાગ્યે હિમસ્ખલન થયું હતું, જેમાં કામદારો આઠ કન્ટેનર અને એક શેડમાં દબાઈ ગયા હતા, એમ સેનાએ જણાવ્યું હતું. ઉત્તરાખંડમાં ૨૬ ફેબ્રુઆરી બાદ વાતાવરણમાં પલટો થયો છે, ત્યારથી મોસમ બદલાયેલું ને ખરાબ જ છે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
