<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

કોલેજમાં હોળી રમવા મંજૂરી નહીં આપતાં પ્રિન્‍સિપાલ સહિત ૧૫૦ને બંધક બનાવ્‍યાં

ઇન્‍દોરની હોલ્‍કર સાયન્‍સ કોલેજના વિદ્યાર્થીઓનું કરતૂતઃ ૪ વિદ્યાર્થી નેતાઓની હકાલપટ્ટી

ઇન્‍દોર,તા.૧: મધ્‍યપ્રદેશના ઈન્‍દોરની એક કોલેજના સત્તાવાળાઓએ કોલેજના કેમ્‍પસમાં હોળી રમવાની મંજૂરી નહીં આપતા રોષે ભરાયેલા ચાર વિદ્યાર્થીઓએ મહિલા પ્રિન્‍સિપાલ સહિત ૧૫૦ લોકોને આશરે દોઢેક કલાક સુધી બંધક બનાવી દેતાં હોબાળો મચી જવા પામ્‍યો હતો. આ મામલે તપાસ બાદ ચારેય વિદ્યાર્થીઓની કોલેજ દ્વારા હકાલપટ્ટી કરાઈ છે.

ઘટનાની વિગતો અનુસાર, અહીંની ગવર્નમેન્‍ટ હોલ્‍કર સાયન્‍સ કોલેજના કેટલાંક વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્‍પસમાં હોળીની ઉજવણી માટેના પોસ્‍ટર્સ લગાવ્‍યાં હતાં. હોલ્‍કર હોલી ફેસ્‍ટ નામના આ કાર્યક્રમમાં ડીજે અને રેઈન ડાન્‍સ જેવા કાર્યક્રમો પણ સામેલ હતાં. આ કાર્યક્રમ એક ખાનગી કોચિંગ સંસ્‍થાએ સ્‍પોન્‍સર કર્યો હતો અને તેમાં ભાગ લેવા માટે ?૧૫૦ની ફી રખાઈ હતી. જોકે ૭મી માર્ચના રોજ યોજાનારા આ કાર્યક્રમ માટે તેમણે કોલેજના સત્તાવાળાઓની મંજૂરી લીધી નહોતી. આ પ્રકારના કાર્યક્રમના આયોજનથી કોલેજના વહીવટ તંત્રને કોલેજનો માહોલ બગડવાની આશંકા હતી. જેથી તેમણે તેને મંજૂરી આપી નહોતી અને કોલેજ પરિસરમાં લગાવાયેલાં તમામ પોસ્‍ટર્સ દૂર કરાવ્‍યાં હતાં.

(10:59 AM IST)