તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
પ્રધાનમંત્રીના ગુજરાત કાર્યક્રમમાં મોટો ફેરફાર : જાણો કાર્યક્રમ ત્રણ દિવસ ન બદલે કેટલા દિવસનો હશે ?
કાલે વન તારા ની મુલાકાત પૂર્ણ કર્યા બાદ સોમનાથ જવા રવાના થશે

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી વધુ એક વખત પોતાના વતન ગુજરાતના પ્રવાસે આવનાર છે. વડાપ્રધાન મોદી આગામી મહિને એટલે કે માર્ચ મહિનામાં બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે તેમ સૂત્રો જણાવી રહ્યા છે. જેમાં તેઓ બે મોટા કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ આવતી કાલે ગુજરાત આવનાર હતા. જેમાં તેઓનો કાર્યક્રમ ત્રણના બદલે બે દિવસનો કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન આવતીકાલે વનતારા જશે. પ્રાણી સંગ્રહાલય અને રેસ્ક્યૂ સેન્ટર વનતારાની મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ સોમનાથ જવા માટે રવાના થશે. જ્યાં સોમનાથ દાદાના દર્શન કરીને સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપનાર છે. આ બેઠક પૂર્ણ કર્યા બાદ તેઓ સાસણગીર તરફ જવા નીકળશે. સાસણગીરમાં તેઓ સાસણ વાઈલ્ડલાઈફ કોન્ફરન્સમાં ભાગ લેશે. જે બાદ સાસણથી રાજકોટ થઈને દિલ્લી જવા રવાના થશે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
