તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
અમેરિકાને 250 વર્ષ જૂના ઇતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રીય ભાષા મળશે.: ટ્રમ્પની મોટી જાહેરાત
અમેરિકામાં અંગ્રેજી સૌથી સામાન્ય ભાષા બોલાતી, લખાતી અને સમજી શકાય તેવી ભાષા છે

વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો કાર્યકાળ ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો છે. તેમણે સત્તાની સુકાન સંભાળ્યા બાદ ઘણા મોટા નિર્ણયો લીધા છે. અમેરિકામાં ગેરકાયદે વસતા લોકોને હંકારી કાઢવાના નિર્ણય બાદ હવે તેમણે અમેરિકાની રાષ્ટ્રભાષા અંગે એક મોટો નિર્ણય લીધો છે. શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી અને કહ્યું કે તેઓ અંગ્રેજીને અમેરિકાની રાષ્ટ્રીય ભાષા તરીકે જાહેર કરશે.
અત્રે એ ખાસ નોંધાવું ઘટે કે અત્યાર સુધી અમેરિકામાં કોઈ સત્તાવાર રીતે રાષ્ટ્રીય ભાષા જાહેર કરવામાં આવી નથી. જોકે અમેરિકામાં અંગ્રેજી સૌથી સામાન્ય ભાષા બોલાતી, લખાતી અને સમજી શકાય તેવી ભાષા છે. અમેરિકાના ઘણા રાજ્યોમાં અંગ્રેજીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. હવે ટ્રમ્પની આ જાહેરાત બાદ અમેરિકાના 250 વર્ષ જૂના સંઘીય ઇતિહાસમાં પહેલીવાર કોઈ ભાષાને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો મળશે.
ઉલ્લેખનીય છે કે આ પૂર્વે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનાં પ્રચાર દરમિયાન ટ્રમ્પે અમેરિકામાં અન્ય ભાષાઓના ઉપયોગની ટીકા કરી હતી. ગયા વર્ષે ટ્રમ્પે એક કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “આપણા દેશમાં ઘણી ભાષાઓ આવી ચૂકી છે. સૌથી વિચિત્ર વાત એ છે કે કેટલીક ભાષાઓ એવી છે જેના વિશે આ દેશમાં કોઈએ ક્યારેય સાંભળ્યું નથી.”
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
