<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

અંબાલા કોર્ટના પરિસરમાં રજૂ થવા આવેલા શખ્સ પર ગોળીબાર

ગેંગવોરની ઘટના હોવાનું પોલીસનું અનુમાન :કાળા કલરની સ્કોર્પિયો લઈને આવેલા બેથી ત્રણ યુવકોએ ગોળીબાર કર્યો : આરોપી ઘટના સ્થળેથી ભાંગી છૂટ્યો

અંબાલા, તા.૧ ;અંબાલા કોર્ટ પરિસરમાં અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે. જેના કારણે કોર્ટ પરિસરમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે કાળા કલરની સ્કોર્પિયો લઈને આવેલા બેથી ત્રણ યુવકોએ ગોળીબાર કર્યો હતો. જે પછી આરોપી ઘટના સ્થળેથી ભાંગી છૂટ્યો હતો.  ડીએસપી હેડક્વાર્ટર સહિત પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ગોળીબારના કેસની તપાસ શરૃ કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે રજૂ થવા પર આવેલા શખસ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે પોલીસ ગેંગવોરની ઘટના માની રહી છે.  અંબાલાના નાયબ પોલીસ અધિક્ષક રજત ગુલિયાના જણાવ્યા અનુસાર, આરોપીને કોઈ કેસમાં કોર્ટમાં હાજર થવા આવેલા વ્યક્તિ પર હુમલો કરવા આવ્યો હતો. પોલીસને આ ઘટના પાછળ કોઈ જૂની અદાવત હોવાની શંકા છે. પોલીસે જણાવ્યું કે બંને ગુનેગારો એક જીેંફમાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, ફાયરિંગ કર્યા પછી આ લોકો ભાંગી ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી ત્રણ ખાલી કારતૂસ મળી આવ્યા હતા. હાલમાં પોલીસ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેઝ શોધી રહી છે અને તેમને પકડવાની તજવીજ હાથ ધરી છે.

(7:47 PM IST)