તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જામનગરમાં થયું આગમન: દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધી રોડ શો યોજાયો :જુઓ વિડીયો
વડાપ્રધાનની એક ઝલક જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. પીએમ મોદીએ હાથ હલાવી લોકોનું અભિવાદન ઝીલ્યું: કાલે સવારે વનતારાની મુલાકાત લેશે. ત્યાંથી તેઓ સોમનાથ જવા રવાના થશે.

વડાપ્રધાન મોદી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીથી સીધા જામનગર ખાતે પહોંચ્યા છે. જામનગર એરપોર્ટ પર જ મંત્રી રાઘવજી પટેલ, મુળુભાઈ બેરા, રિવાબા જાડેજા, પૂનમ માડમ સહિતના નેતાઓએ વડાપ્રધાન મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગર એરપોર્ટથી પાયલોટ બંગલા સુધી વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાયો હતો. વડાપ્રધાનની એક ઝલક જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. પીએમ મોદીએ હાથ હલાવી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાન પાયલોટ બંગલામાં જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીને તેમના જન્મદિવસની શુભેચ્છા આપવા પહોંચ્યા છે.
વડાપ્રધાન મોદી જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાનની મુલાકાતને લઈને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી વિશેષ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે અને SPG કમાન્ડોએ લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે
ઍરપોર્ટથી પાયલોટ બંગલા સુધીના માર્ગ પર તેમણે રોડ શો યોજયો હતો રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા તેઓ જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહ જાડેજા સાથે મુલાકાત કરીને તેમને જન્મદિનની શુભકામનાઓ પણ પાઠવશે અને જામનગરના સર્કિટ હાઉસમાં આજે તેઓ રાત્રિરોકાણ પણ કરશે
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના સ્વાગતમાં મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, જામનગરના મેયર વિનોદભાઇ ખીમસૂરિયા, ધારાસભ્યોસર્વ મેઘજીભાઈ ચાવડા, શ્રીમતી રિવાબા જાડેજા, દિવ્યેશભાઇ અકબરી, ચીફ સેક્રેટરી પંકજ જોશી, ડી.જી.પી. વિકાસ સહાય, એરફોર્સના ગ્રુપ કેપ્ટન સૌરભ પારિજાત, કલેકટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અગ્રણીઓ રમેશભાઇ મુંગરા અને ડૉ.વિમલભાઇ કગથરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. અને આવતી કાલે સવારે વનતારાની મુલાકાત લેશે. ત્યાંથી તેઓ સોમનાથ જવા રવાના થશે.
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
