<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

સાઉથ બોલીવિયામાં હાઈવે પર બે બસો વચ્‍ચે ગોઝારો અકસ્‍માતઃ ૩૭ લોકોને જીવ ગુમાવ્‍યાઃ ૩૯ લોકો ઘાયલ

બસ ડિવાઈડર તોડીને બીજી લેનમાં આવી ગઈ અને અન્ય વાહનો સાથે અથડાઈ હતીઃ એક બસના ડ્રાઈવરની હાલત

નવી દિલ્‍હીઃ  સાઉથ બોલીવિયામાં હાઈવે પર થયેલી રોડ દુર્ઘટનામાં 37 લોકોના મૃત્યુ થયા છે. લગભગ 40 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના બે બસો ટકરાઈ હતી. દુર્ઘટના બેલેન્સ બગડવાના કારણે થઈ, જેના કારણે એક બસ ડિવાઈડર તોડીને બીજી લેનમાં આવી ગઈ અને અન્ય વાહનો સાથે અથડાઈ થઈ ગઈ હતી. દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં બે બાળકો પણ સામેલ છે.
પોલીસ કમાંડર વિલ્સન ફ્લોરેસે દુર્ઘટનાની પુષ્ટિ કરી અને જણાવ્યું કે, એક બસના ડ્રાઈવરની હાલત નાજુક છે અને બીજી બસના ડ્રાઈવરની હાલત હવે સ્થિર છે. ઘાયલ લોકો પણ ખતરામાંથી બહાર છે. મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ કરાવીને પરિવારને સોંપી દેવામાં આવ્યા છે. દુર્ઘટનાનો કેસ નોંધી ટક્કર થવાના સાચા કારણો શોધવામાં આવશે.
ઈંડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પોલીસ કમાંડર વિલ્સન ફ્લોરેસે જણાવ્યું કે, દુર્ઘટના હાઈવે પર ઉયૂની અને કોલચાની વચ્ચે થઈ. ઉયૂનીથી લગભગ 5 કિમી દૂર દુર્ઘટનાનો શિકાર થયેલી એક બસ ઓરુરો શહેર જઈ રહી હતી. જ્યાં લેટિન અમેરિકાના સૌથી મોટા તહેવારમાંથી એક પ્રસિદ્ધ ઓરુરો કાર્નિવલ ચાલી રહ્યો હતો.
આ કાર્નિવલમાં ભાગ લેવા માટે લોકો જઈ રહ્યા હતા કે દુર્ઘટનાનો શિકાર થઈ ગયા. આ કાર્નિવલમાં હજારો લોકો ભાગ લેતા હોય છે. પોલીસ અધિકારી બંને ડ્રાઈવરોના આલ્કોહોલ ટેસ્ટના રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યા છે. જો રિપોર્ટ પોઝિટીવ આવશે તો ડ્રાઈવર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમને આકરી સજા થઈ શકે છે.

(11:22 AM IST)