<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

બોલીવુડ અભિનેતા આશુતોષ રાણા પહોંચ્‍યા વૃંદાવનઃ સંત પ્રેમાનંદજી મહારાજે પોતાના જીવન અંગે કિસ્‍સો જલાવ્‍યો

તમે ૮૦-૮પ વર્ષ જીવશોઃ તે સંત કોણ હતા એ મને ખબર નથીઃ સંત પ્રેમાનંદજી મહારાજ

નવી દિલ્‍હીઃ મથુરના વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદજી મહારાજના ભક્તો દેશના તમામ દરેક ખૂણામાં છે. અવારનવાર તેમના વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. તેમના દરબારમાં ક્રિકેટર, બોલિવૂડ સેલેબ્રિટીસ અને સુપ્રીમ કોર્ટના વકીલ પણ પહોંચે છે. ત્યારે હાલમાં જ બોલિવૂડ અભિનેતા આશુતોષ રાણા પ્રેમાનંદ મહારાજના દરબારમાં તેમના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. જેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ મુલાકાત દરમિયાન આશુતોષ રાણાએ પ્રેમાનંદ મહારાજના સ્વાસ્થ્યને લઈને વાત કરી હતી. આશુતોષ રાણાએ બાબાને કહ્યું કે, હજુ તો તમે 80-85 વર્ષ સુધી જીવશો. ત્યારે પ્રેમાનંદ મહારાજે એક ચોંકાવનારો કિસ્સો બતાવ્યો હતો. જેમાં તેઓ તેમની મૃત્યુને લઈને વાત કરતાં જોવા મળે છે. મહારાજજીએ જણાવ્યું કે, એક અલૌકિક સાધુ કેવી રીતે તેમની પાસે આવી તેમના મૃત્યુની ભવિષ્યવાણી કરી હતી.

પ્રેમાનંદ મહારાજે સાધુની ભવિષ્યવાણી વિશે વાત કરતાં કહ્યું કે, એક દિવસ તેઓ શ્રીજી માટે જાપ કરી રહ્યા હતા, ત્યારે તેમની પાસે એક સાધુ આવ્યા, તે કોણ હતા, અલૌકિક હતા, મને ખબર નથી, પરંતુ તેમને મને મળતાં કહ્યું કે, હે, મહારાજ, તમે કેમ ચિંતિત દેખાઈ રહ્યા છો? ત્યારબાદ મહારાજે તેમને કહ્યું કે, તેમની બંને કિડની ખરાબ છે. ત્યારબાદ સાધુ મહાત્મા પ્રેમાનંદ મહારાજને કહેતા ચાલ્યા ગયા કે તમે 80-85 વર્ષ સુધી જીવશો.

(11:56 AM IST)