<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

ભારતના અર્થતંત્ર દુનિયાનું સૌથી જડપી વિકસતું અર્થતંત્ર બની રહેશેઃ આઇએમએફ

નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ માં ઉભરતી ઇકોનોમી બનશેઃ જીડીપી ૬.પ ટકા રહેવાની શકયતા

નવી દિલ્‍હીઃ ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી ઉભરી રહી હોવાનો રિપોર્ટ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે (IMF) આપ્યો છે. IMFએ ભારતના અર્થતંત્ર પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું છે કે, નાણાકીય વર્ષ 2025-26માં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરતી ઈકોનોમી બનશે, જીડીપી ગ્રોથ 6.5 ટકા રહી શકે છે. આ સિવાય  જીડીપી ગ્રોથ જાળવી રાખવા અમુક પગલાંઓ લેવા પણ સલાહ આપી છે. જેથી વિશ્વની ત્રીજી ટોચની ઈકોનોમી બનવાનો ટાર્ગેટ ઝડપથી હાંસલ કરી શકાય.

નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 6.2 ટકા નોંધાયો છે. જો કે, તે અપેક્ષિત 6.3 ટકાના જીડીપી ગ્રોથ સામે ઓછો છે. બીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 5.6 ટકા નોંધાયો હતો. નાણાકીય વર્ષના અંતે જીડીપી ગ્રોથ 6.5 ટકા નોંધાવાનો અંદાજ છે.

IMF એ જીડીપી ગ્રોથ જાળવી રાખવા ભારતને અમુક સલાહ પણ આપી છે. જે અનુસાર, મજબૂત ખાનગી રોકાણ અને એફડીઆઈને પ્રોત્સાહન આપવુ પડશે. નીતિગત માળખું, વેપાર કરવામાં સરળતાં તેમજ ટેરિફ-નોન ટેરિફ કપાતના માધ્યમથી બિઝનેસને એકીકૃત કરવો  પડશે.

(12:46 PM IST)