હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ માટે કરી શકે છે મહિલા નેતાની પસંદગીઃ વનથી શ્રીનિવાસન અને દગ્ગુબાતી પુરંદેશ્વરી મજબુત દાવેદાર
૧૯૮૦માં સ્થાપના બાદ પાર્ટીએ કદી અધ્યક્ષ તરીકે મહિલાને જવાબદારી નથી સોંપીઃ દક્ષીણ ભારત તરફ નજર

નવી દિલ્હીઃ ભાજપ દ્વારા આ મહિનામાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થઇ શકે છે.આ નિર્ણય પાર્ટીના સંગઠનાત્મક ચૂંટણી બાદ લેવામાં આવશે. ભાજપ 13થી વધુ રાજ્યમાં સંગઠનાત્મક ચૂંટણીમાં વ્યસ્ત છે. પાર્ટીના સુત્રો અનુસાર, પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી આંતરિક સહમતિથી કરવામાં આવશે. સુત્રોનું કહેવું છે કે ભાજપના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની સંભાવના છે. આ વાતની પણ ચર્ચા છે કે ભાજપ દક્ષિણ ભારતમાંથી કોઇને આ જવાબદારી સોપી શકે છે.
એક રિપોર્ટ અનુસાર ભાજપ જો કોઇ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદ કરે છે તો મહિલા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોઇમ્બતુરના ધારાસભ્ય વનથી શ્રીનિવાસન અથવા આંધ્ર પ્રદેશ ભાજપ અધ્યક્ષ દગ્ગુબાતી પુરંદેશ્વરી આ પદ માટે સૌથી સંભવિત ઉમેદવાર માનવામાં આવી રહ્યાં છે. 66 વર્ષના પુરંદેશ્વરી 2014માં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા અને સંગઠનાત્મક મામલામાં તેમનો મહત્ત્વપૂર્ણ અનુભવ છે.
પુરંદેશ્વરીને દક્ષિણ ભારતના સુષ્મા સ્વરાજના નામથી ઓળખવામાં આવે છે, તેમની શાનદાર ભાષણ ક્ષમતા અને પાંચ ભાષામાં પ્રવીણતાને કારણે તેમને ભાજપ સમર્થકોમાં સ્વીકૃતિ છે. વનથી શ્રીનિવાસન પાર્ટીના રણનીતિકાર અને ગૃહમંત્રી શાહ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સામેલ થતા જોવામાં આવ્યા છે. એક સીનિયર નેતાએ જણાવ્યું, તે પોતાના મોર્ચા હેઠળ કેટલાક સફળ કાર્યક્રમ આયોજિત કરવા માટે જાણીતા છે. વડાપ્રધાન મોદી તથા અમિત શાહ દ્વારા તેમના પર વિશ્વાસ કરવામાં આવે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સ્મૃતિ ઇરાનીનું નામ પણ ચર્ચામાં છે.
55 વર્ષીય વનથી શ્રીનિવાસન ભાજપ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાની સાથે સાથે તમિલનાડુના કોઇમ્બતુરના ધારાસભ્ય પણ છે. તે પાર્ટીના સંગઠનમાં મજબૂત પકડ ધરાવે છે અને તમિલનાડુમાં કેટલાક મહિલા સશક્તિકરણ અને સામાજિક સુધાર અભિયાનનું નેતૃત્ત્વ પણ કર્યું છે.
ભાજપ દક્ષિણ ભારતમાં પોતાની પકડ મજબૂત કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. 2024 લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ અહીં કેટલીક બેઠક વધારી છે પરંતુ તમિલનાડુ, કેરળ અને આંધ્ર પ્રદેશમાં હજુ પણ ભાજપે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. એવામાં જો ભાજપ દક્ષિણ ભારતમાં કોઇ મહિલાને અધ્યક્ષ બનાવે છે તો આ મોટો રાજકીય મેસેજ હશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
