હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દુનિયાભરમાં આઉટબુકની સર્વિસ ઠપ્પઃ યુઝર્સ પરેશાન
માઇક્રોસોફટ દ્વારા સર્વીસ ફરી પૂર્વવત કરાઇઃ સંભવીત કારણને ઓળખી કાઢયાનો દાવો

નવી દિલ્હીઃ ગત રાતે Microsoft 365 હજારો યુઝર્સને તકલીફોનો સામનો કરવો પડ્યો. કેટલાય લોકો ખાસ કરીને Outlook ઈમેલ સાથે સમસ્યાઓનો રિપોર્ટ કર્યો. આઉટેજના કારણે દુનિયાભરમાં હજારો યુઝર્સનું Microsoft Outlook ઠપ થઈ ગયું. જો કે, કંપનીએ પુષ્ટિ કરી કે, સમસ્યાનું સમાધાન થઈ ગયું છે અને તપાસ થઈ રહી છે કે આવું કેમ થયું.
યુઝર્સને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની જાણ થયા પછી, માઇક્રોસોફ્ટે રવિવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે કંપનીએ કહ્યું કે અમે અસરને સમજવા માટે ઉપલબ્ધ ટેલિમેટ્રી અને ગ્રાહક દ્વારા પૂરા પાડવામાં આવેલા લોગની સમીક્ષા કરી રહ્યા છીએ. અમે પુષ્ટિ કરી છે કે આ સમસ્યા Microsoft 365 સેવાઓને અસર કરી રહી છે.
થોડા સમય પછી થ્રેડમાં એક નિવેદન ઉમેરતા, માઇક્રોસોફ્ટ 365 એ કહ્યું, “અમે અસરનું સંભવિત કારણ ઓળખી કાઢ્યું છે અને અસર ઘટાડવા માટે શંકાસ્પદ કોડ પાછો ફેરવી દીધો છે.”
કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે અમારી ટેલિમેટ્રી દર્શાવે છે કે મોટાભાગની અસરગ્રસ્ત સેવાઓ અમારા ફેરફારો પછી પુનઃપ્રાપ્ત થઈ રહી છે. બધી સેવાઓ પરની અસર સમાપ્ત ન થાય ત્યાં સુધી અમે દેખરેખ રાખવાનું ચાલુ રાખીશું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
