<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

વીકએન્ડમાં મુંબઈગરાને મહત્તમ તાપમાન ૩૪.૮ ડિગ્રી થતા હાશકારો

આજે રવિવાર મુંબઈમાં તાપમાનમાં થોડો ઘટાડોઃ એકયુઆઇ પણ મધ્‍યમ શ્રેણીમાં નોંધાયું

મુંબઇઃ હાલ મુંબઈગરા હિટવેવથી તપી રહ્યા છે આમ તો હળવા શીત પવનો અને ભેજવાળાં વાતાવરણ માટે જાણીતું છે મુંબઈ. પણ આ વર્ષે ફેબ્રુઆરીમાં અસામાન્ય એવી હીટવેવનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં તાપમાન 37-38 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી રહ્યું છે.

આજે રવિવારના દિવસે મુંબઈમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે. જેમાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગઈકાલે શનિવારે શહેરમાં મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) ના તાજેતરના મુંબઈ હવામાન માટેના અપડેટ અનુસાર મુંબઈમાં રવિવાર, 2 માર્ચના રોજ આકાશ ચોખ્ખું રહેવાની શક્યતા વર્તાઇ છે. આ સાથે જ તાપમાન સવારે 21 ડિગ્રી સેલ્સિયસથી (Mumbai Weather) લઈને દિવસ દરમિયાન 34 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ રહેશે. સાપેક્ષ ભેજ 57 ટકા છે.  

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈમાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ કુલાબામાં મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આઇએમડીના તાજેતરના મુંબઈ હવામાન અપડેટમાં આગામી 24 કલાકમાં શહેર અને તેના ઉપનગરોમાં આકાશ ચોખ્ખું રહેવાની આગાહી કરવામાં આવી છે.

આજે 2 માર્ચના રોજ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સમીર એપ્લિકેશનએ તેના તાજેતરના મુંબઇ હવામાન (Mumbai Weather) અપડેટ્સમાં અહેવાલ આપ્યો હતો કે શહેરની હવાની ગુણવત્તા 107 ના એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સાથે `મધ્યમ` કેટેગરીમાં નોંધાઈ હતી. સમીર એપ ડેશબોર્ડ અનુસાર સમગ્ર મુંબઈમાં ઘણા વિસ્તારોમાં મધ્યમ AQI જોવા મળ્યો હતો

(2:36 PM IST)