<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

રવિવારે કર્મચારીને ઓફીસ બોલાવનાર બોસને કહ્યું કે હું વીક એન્‍ડમાં કામ નહીં કરૂઃ નોકરીમાંથી કાઢી મુકો

દિલ્‍હીનો યુવક ડિજીટલ માર્કેટીંગ કંપનીમાં ડીસેમ્‍બરમાં જોડાયેલઃ સમગ્ર ચેટનો સ્‍ક્રીન શોટ સોશ્‍યલ મીડીયામાં વાયરલ

નવી દિલ્‍હીઃ વીકેન્ડ પર કામ કરવાનું અથવા વધારે કામ કરવાનું, તેને લઈને લોકો વચ્ચે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ દરમ્યાન દિલ્હીના એક વીડિયો એડિટર અને તેના બોસ વચ્ચે વીકેન્ડ પર કામ કરાવવાને લઈને સોશિયલ મીડિયા પર વોર દેખાઈ રહી છે. હકીકતમાં જોઈએ તો, વીડિયો એડિયરને તેના બોસે સંડેના રોજ કામ કરવા માટે બોલાવ્યો હતો. જેના જવાબમાં કર્મચારીએ પોતાના બોસને એવો રિપ્લાઈ આપ્યો કે જાણીને તમે પણ ચોંકી જશો. કર્મચારીએ પોતાની વોટ્સએપ ચેટ Reddit પર શેર કરી હતી, જે બાદ પોસ્ટ પર અન્ય યુઝર્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

હકીકતમાં, બોસ ગુસ્સે થઈ ગયા અને તેમણે વિડીયો એડિટરને સપ્તાહના અંતે કામ કરવાનું કહ્યું, ત્યારબાદ કર્મચારીએ તેમને યોગ્ય જવાબ આપ્યો અને તેમને નોકરીમાંથી કાઢી મૂકવા કહ્યું. બન્યું એવું કે વિડિઓ એડિટર ડિસેમ્બરમાં એક ડિજિટલ માર્કેટિંગ કંપનીમાં જોડાયા. ત્યાં તે પોતાના નિયમિત દિવસની જેમ કામ કરી રહ્યો હતો. કર્મચારીએ કહ્યું કે 55 મિનિટ સુધી વીડિયો એડિટિંગ કર્યા પછી, જ્યારે શિફ્ટનો સમય પૂરો થાય છે ત્યારે તે ઘરે જાય છે. સાંજે લગભગ 7:30 વાગ્યે પોતાની શિફ્ટ પૂરી કરીને તે નીકળી ગયો અને 1 કલાક પછી એટલે કે રાત્રે 8:30 વાગ્યે બોસે કર્મચારીને ફોન કર્યો અને કહ્યું કે વીડિયોમાં કેટલાક ફેરફારો કરવા પડશે.

બોસે વિડીયો એડિટરને બીજા દિવસે વોટ્સએપ ગ્રુપમાં આવવા કહ્યું પણ તેમણે સ્પષ્ટ ના પાડી દીધી કે હું સપ્તાહના અંતે કામ કરી શકતો નથી અને પ્રોજેક્ટ ફાઇલો શેર કરી શકતો નથી. જે બાદ બોસે તેને સોમવારે મળવા કહ્યું, તે પહેલાં કર્મચારીએ તેને નોકરીમાંથી કાઢી મૂકવાની વાત કરી. આ આખી વાતચીતનો સ્ક્રીનશોટ Reddit પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ પોસ્ટ પર અન્ય યુઝર્સે પણ પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી છે.

(3:38 PM IST)