તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Sunday, 2nd March 2025
મુંબઈમાં હેવાન પિતાની ખૌફનાક કરતૂત ; ઘોડિયામાં સુતેલી 4 મહિનાની દીકરીને ગૂંગળાવીને મારી નાખી
અગાઉ બે દીકરીઓ હતી અને 4 મહિના પહેલાં ત્રીજી દીકરી આવી પરંતુ તે દીકરી ઈચ્છતો નહોતો તેને છોકરો જોઈતો હતો તેથી પિશાચી કૃત્ય કર્યું

મુંબઈ : પહેલાંના જમાનામાં દીકરીઓને દૂધ પીતી કરી દેવાનો રિવાજ હતો, પરંતુ આધુનિક યુગમાં પણ અમુક હેવાનોમાં આ રિવાજ ઘર કરી રહ્યો છે અને દીકરાની લાલચમાં દીકરીઓને મારી રહ્યો છે. મુંબઈના ઘાટકોપરમાં સંજય કોકરે નામના એક શખ્સે તેની 4 મહિનાની દીકરીની હત્યા કરી નાખી હતી. 4 જ્યારે ઘોડિયામાં સુતી હતી ત્યારે સંજયે તેને ગૂંગળાવી નાખી હતી.
હકીકતમાં સંજયને અગાઉ બે દીકરીઓ હતી અને 4 મહિના પહેલાં ત્રીજી દીકરી આવી હતી પરંતુ તે હવે વધુ દીકરી ઈચ્છતો નહોતો, તેને છોકરો જોઈતો હતો તેથી તેણે આવી પિશાચી કૃત્ય કર્યું હતું. આ ઘટના બાદ ભારે અરેરાટી વ્યાપી છે.
હકીકતમાં સંજયને દીકરો જોઈતો હતો અને ત્રીજી ડિલિવરીમાં છોકરી આવતાં તે ગુસ્સે ભરાયો હતો અને આવું કૃત્ય કરી બેઠો હતો.
પોલીસે તાબડતોબ સંજયની ધરપકડ કરીને તેને જેલમાં પૂરી દીધો છે. તેની સામે ખૂનનો ગુનો દાખલ થયો છે.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
