<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd March 2025

આદિવાસી સમાજનું બંધારણ: દારૂ વેચતા કે પીતા પકડાશો તો 5 થી 10 હજારના દંડની જોગવાઈ

દારૂ પીનાર અને પીવડાવનારને પણ 5 હજારનો દંડ ફટકારવામાં આવશે: ઈકબાલગઢની બેઠકમાં આદિવાસી સમાજના બાળકો શિક્ષિત બને અને યુવાનો વ્યસનમુક્ત બને તે માટે સામાજિક બંધારણ ઘડાયું

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં વસતા આદિવાસી સમાજ શિક્ષણ મેળવી પગભર બને અને યુવાનો વ્યસનમુક્ત બને તે માટે આજે ઈકબાલ ગઢ ખાતે સમાજની બેઠક મળી હતી. જેમાં સમાજમાંથી બદીઓ દૂર કરવા માટે બંધારણ ઘડવામાં આવ્યું હતુ.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આજે ઈકબાલગઢ ખાતે મળેલી બેઠકમાં આદિવાસી સમાજના બાળકો શિક્ષિત બને અને યુવાનો વ્યસનમુક્ત બને તે માટે સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું છે. જે અંતર્ગત દારૂ ગાળીને વેચાણ કરતા પકડાયેલા વ્યક્તિને રૂ. 10 હજારનો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય દારૂ પીનાર અને પીવડાવનારને પણ 5 હજારનો દંડ ફટકારવામાં આવશે.

 

આ ઉપરાંત સમાજ બાળકો શિક્ષિત બને તે ખાતર તેમને બાળ મજૂરી પર ના મોકલવા માટે પણ નિયમ બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત જો કોઈ પરિવાર પોતાના બાળકને બાળ મજૂરી કરવા મોકલશે, તો તેની પાસેથી પણ 5 હજાર રૂપિયાનો દંડ વસૂલવાનો સર્વાનુંમતે નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરીને શિક્ષણનો વ્યાપ વધારવાની દિશામાં પગલા લેવા આહવાન કરવામાં આવ્યું છે.

(9:18 PM IST)