<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

માંડવામાં ફેરા લઈ રહી હતી દુલ્‍હન : વરરાજાએ બધાની વચ્‍ચે એવી ગિફ્‌ટ આપી કે દુલ્‍હને લગ્ન કરવાની ના પાડી દીધી

દુલ્‍હનને સાસરિયામાંથી આવેલી ગિફ્‌ટ પસંદ ન આવી તો લગ્ન તોડી નાખ્‍યાઃ એટલું જ નહીં દુલ્‍હનના પરિવારે વરરાજાને પણ બંધક બનાવી લીધો

મુઝફ્‌ફરપુર, તા૩: બિહારના મુઝફ્‌ફરપુરના દેવરિયા પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારમાં આવેલા બંદી ગામમાં દુલ્‍હનને સાસરિયામાંથી આવેલી ગિફ્‌ટ પસંદ ન આવી તો લગ્ન તોડી નાખ્‍યા. એટલું જ નહીં દુલ્‍હનના પરિવારે વરરાજાને પણ બંધક બનાવી લીધો. તેની સાથે છ જાનૈયાઓને પણ પકડી લીધા. સૂચના મળતા પોલીસ પણ આવી ગઈ. બાદમાં આ મામલે સમાધાન કરાવ્‍યું.

 આ ઘટના બાદ દુલ્‍હન પક્ષને ૪૦ હજાર રૂપિયા આપ્‍યા, ત્‍યાં જતાં જાનૈયાઓને છોડયા. આ જાન વૈશાલી જિલ્લાના લાલગંજમાંથી આવી હતી. જ્‍યારે જાન જમી રહી હતી, ત્‍યારે દુલ્‍હનને ગિફ્‌ટમાં મળેલો લહેંગો પસંદ આવ્‍યો નહીં, તો બંને પક્ષ વચ્‍ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. ખરાબ કપડાના કારણે દુલ્‍હન સાત ફેરા લેવાની ના પાડી દીધી અને લગ્ન તોડી નાખ્‍યા.

 પ્રાપ્‍ત વિગતો અનુસાર, જોઈએ તો, આઠ મહિના પહેલા વૈશાલી જિલ્લાના લાલગંજ પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારના એતવારપુર પકડીના રહેવાસી હરિહર રામના દીકરા વિકાસ કુમારના લગ્ન મુઝફ્‌ફરપુર જિલ્લાના દેવરિયાના બંદીના રહેવાસી રામની દીકરી આશા કુમારી સાથે નક્કી કર્યા હતા.

સોમવાર રાતે વાજતે ગાજતે જાન બંદી ગામમાં આવી પહોંચી હતી. દુલ્‍હન પક્ષે જાનનું સ્‍વાગત કર્યું. જ્‍યારે જાન દરવાજે પહોંચી તો વિધિપૂર્વક સ્‍વાગત થયું. વર કન્‍યા ખુશ હતા. એકબીજાને વરમાળા પહેરાવી. ત્‍યાર બાદ વરરાજો મંડપમાં આવ્‍યો. વર પક્ષ તરફથી દુલ્‍હનને ગિફ્‌ટ આપવામાં આવી. સાથે જ અન્‍ય કપડા પણ ગિફ્‌ટમાં આપ્‍યા અને ઘરેણાં આપ્‍યા. જો કે ગિફ્‌ટમાં મળેલો લહેંગો જોઈ દુલ્‍હન ભડકી ગઈ. તેણે લગ્ન કરવાની ચોખ્‍ખી ના પાડી દીધી.

જોતજોતામાં બંને પક્ષ વચ્‍ચે બઘડાટી બોલી ગઈ. સ્‍થાનિક લોકોએ વિવાદ જોઈ સમાધાન કરાવવાની કોશિશ કરી, પણ કન્‍યા પક્ષ માન્‍યો નહીં. પણ લગ્ન રોકી દીધા. વિવાદ એટલો વધી ગયો કે, દુલ્‍હન પક્ષે વરરાજા અને છ જાનૈયાઓને બંધક બનાવી લીધા. સૂચના મળતા દેવરિયા પોલીસ તાત્‍કાલિક આવી પહોંચી અને બંને પક્ષને સમજાવવાની કોશિશ કરી. અંતે કન્‍યા પક્ષે ૪૦ હજાર લીધા અને વરરાજો તથા જાનૈયાઓને છોડયા. વરરાજાને દુલ્‍હન લીધા વિના પરત ફરવું પડયું.(૨૩.૩)

(9:47 AM IST)