<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

એમ્‍બેસેડર કાર હવે નવા રૂપરંગમાં: ઇલેક્‍ટ્રિક બનીને આવી રહી છે

નવી દિલ્‍હી,તા.૩: ભારતમાં હિન્‍દુસ્‍તાન મોટર્સની એમ્‍બેસેડર કારના શોખીનોની સંખ્‍યા ઓછી નથી, પણ આ કંપનીએ ઘણાં વર્ષોથી એમ્‍બેસેડર કાર બનાવવાનું બંધ કરી દીધું છે. જોકે લેટેસ્‍ટ જાણકારી મુજબ હવે હિન્‍દુસ્‍તાન મોટર્સ આ કારને ઇલેક્‍ટ્રિક સિડેન તરીકે ૨૦૨૬ના માર્ચ મહિનામાં લોન્‍ચ કરવા તૈયાર છે. આ કાર ૧૦થી ૧૫ લાખ રૂપિયામાં વેચાશે એવી ધારણા છે. આ કાર કલકત્તાના ઉત્તરપારા પ્‍લાન્‍ટમાં તૈયાર થશે અને એની ડિઝાઇન યુરોપના કાર-મેકર્સ તૈયાર કરશે. આ કાર માર્ચ ૨૦૨૬માં લોન્‍ચ થશે.(૪૦.૯)

(10:04 AM IST)