News of Monday, 3rd March 2025
સાસણમાં રાત્રી રોકાણ કર્યા બાદ વહેલી સવારે વડાપ્રધાને સિંહ દર્શન કર્યું : જુઓ વિડિઓ
નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠકમાં પણ ભાગ લે તેવી શકયતા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૦૩ : ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાસણ ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ આજે વહેલી સવારે સિંહ દર્શન કરવા માટે પહોંચ્યા ગયા હતા. વડાપ્રધાને રૂટ નંબર બે ઉપરથી ખુલ્લી જીપમાં સિંહ દર્શન કર્યું હતું. આ પછી તેઓએ ટવીટ પણ કર્યું હતું.
નરેન્દ્રભાઈ મોદીએ રવિવારે જામનગરથી મુલાકાત બાદ સોમનાથ થઈને સાસણ ખાતે પહોંચ્યા હતા. સોમનાથથી હેલિકોપ્ટર મારફતે પ્રધાનમંત્રી નું સાસણ ખાતે આગમન થયું હતું. વડાપ્રધાનની એન્ટ્રી થતા જ મોદી મોદીની બૂમોથી ગીર ગુંજી ઉઠ્યું હતું. નરેન્દ્ર ભાઈએ સાસણમાં રાત્રી રોકાણ કર્યું હતું અને આજે વહેલી સવારે વિશાળ કાફલા સાથે સિંહ દર્શન કરવા માટે રવાના થયા હતા. સિંહ દર્શન કર્યા બાદ તેઓ ફરી સાસણમાં સિંહ સદન ખાતે પહોંચ્યા હતા.
આજે વિશ્વ વન્ય જીવ દિવસના અવસરે સાસણમાં સિંહ સદન ખાતે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની સાતમી બેઠક યોજાઈ એવી શકયતા છે સાસણની મુલાકાત બાદ વડાપ્રધાન રાજકોટની પણ મુલાકાત લેશે. ત્યાંથી તેઓ દિલ્હી જવા રવાના થશે.(૬.પ)
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
