News of Monday, 3rd March 2025
નરેન્દ્રભાઇનું જામનગર એરફોર્સ ખાતે મહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત

જામનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું શનિવારે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નરેન્દ્રભાઇના સ્વાગતમાં મંત્રી રાદ્યવજીભાઈ પટેલ તથા મુળુભાઈ બેરા, સાંસદશ્રી પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ,મેયબેન ગરસર, જામનગરના મેયર વિનોદભાઇ ખીમસૂરિયા,ધારાસભ્યોસર્વ મેદ્યજીભાઈ ચાવડા, શ્રીમતી રિવાબા જાડેજા, દિવ્યેશભાઇ અકબરી, ચીફ સેક્રેટરી પંકજ જોશી, ડી.જી.પી. વિકાસ સહાય, એરફોર્સના ગ્રુપ કેપ્ટનશ્રી સૌરભ પારિજાત,કલેકટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અગ્રણીઓશ્રી રમેશભાઇ મુંગરા અને ડો.વિમલભાઇ કગથરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. (સંજય ડાંગર, અકિલા)
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
