તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Monday, 3rd March 2025
વડાપ્રધાન મોદીએ ગીરમાં જંગલ સફારીનો આનંદ માણ્યો; તસવીરોમાં જુઓ પીએમનો ખાસ અંદાજ
રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડ (NBWL) ની સાતમી બેઠકની અધ્યક્ષતા પણ કરશે.

પ્રધાનમંત્રી ગીર વન્યજીવન અભયારણ્યના મુખ્ય મથક સાસણ ગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડ (NBWL) ની સાતમી બેઠકની અધ્યક્ષતા પણ કરશે. NBWL માં 47 સભ્યો છે, જેમાં આર્મી ચીફ, વિવિધ રાજ્યોના સભ્યો, ક્ષેત્રમાં કામ કરતી NGO ના પ્રતિનિધિઓ, મુખ્ય વન્યજીવન વોર્ડન અને વિવિધ રાજ્યોના સચિવોનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે. સોમવારે સવારે વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે તેમણે
જૂનાગઢ જિલ્લાના ગીર વન્યજીવન અભયારણ્યમાં જંગલ સફારીનો આનંદ માણ્યો. સોમનાથથી પાછા ફર્યા બાદ, પીએમ મોદીએ સાસનમાં ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ 'સિંહ સદન'માં રાત વિતાવી. રવિવારે સાંજે તેમણે સોમનાથ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરી. આ ૧૨ જ્યોતિર્લિંગોમાંથી પહેલું જ્યોતિર્લિંગ છે.
સિંહ સદન' થી પ્રધાનમંત્રી જંગલ સફારી પર ગયા.તેમની સાથે કેટલાક મંત્રીઓ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ હતા. પ્રધાનમંત્રી ગીર વન્યજીવન અભયારણ્યના મુખ્ય મથક સાસણ ગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડ (NBWL) ની સાતમી બેઠકની અધ્યક્ષતા પણ કરશે.
NBWL માં 47 સભ્યો છે, જેમાં આર્મી ચીફ, વિવિધ રાજ્યોના સભ્યો, ક્ષેત્રમાં કામ કરતી NGO ના પ્રતિનિધિઓ, મુખ્ય વન્યજીવન વોર્ડન અને વિવિધ રાજ્યોના સચિવોનો સમાવેશ થાય છે. બેઠક પછી, પીએમ મોદી સાસનમાં કેટલીક મહિલા વન કર્મચારીઓ સાથે પણ વાતચીત કરશે.
માહિતી અનુસાર, કેન્દ્ર સરકારે એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 'પ્રોજેક્ટ લાયન' હેઠળ 2,900 કરોડ રૂપિયાથી વધુની રકમ મંજૂર કરી છે. આ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગુજરાત છે. હાલમાં, ગુજરાતના નવ જિલ્લાઓના 53 તાલુકાઓમાં એશિયાટિક સિંહો લગભગ 30,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં વસે છે.
(12:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
