<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

મહાકુંભ પૂર્ણ થયા પછી પીએમ મોદી તરત જ કેમ સોમનાથ પહોંચ્‍યા? શું હતો સંકલ્‍પ?

સોમનાથ, તા.૩: નરેન્‍દ્રભાઈ ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતના બીજા દિવસે ગઈ કાલે રવિવારે ગીર સોમનાથ જિલ્લામાં સ્‍થિત સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને દેશવાસીઓના સ્‍વાસ્‍થ્‍ય અને સમળદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મંદિરના દર્શન કર્યા બાદ મોદી પડોશી જૂનાગઢ જિલ્લામાં આવેલા સાસણ જવા રવાના થયા હતા. પીએમ મોદીએ ‘X' પર એક પોસ્‍ટમાં કહ્યું કે આ મુલાકાત ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભના સમાપન પછી ભગવાન સોમનાથની પૂજા કરવાના તેમના સંકલ્‍પનો એક ભાગ છે. તેમણે કહ્યું, કરોડો દેશવાસીઓના પ્રયાસોથી પ્રયાગરાજમાં ‘એકતાનો મહા કુંભ' પૂર્ણ થયો.  એક સેવકની જેમ મેં મનમાં સંકલ્‍પ કર્યો હતો કે મહાકુંભ પછી હું ૧૨ જ્‍યોર્તિલિંગોમાંના પ્રથમ જ્‍યોર્તિલિંગ શ્રી સોમનાથની પૂજા કરીશ. પીએમ મોદીએ ‘X' પર કહ્યું, આજે, સોમનાથ દાદાની કળપાથી, તે સંકલ્‍પ પૂર્ણ થયો છે. તમામ દેશવાસીઓ વતી હું એકતાના મહાકુંભની સફળતા ભગવાન સોમનાથના ચરણોમાં સમર્પિત કરું છું. હું તેમના (દેશવાસીઓ) સ્‍વાસ્‍થ્‍ય અને સમળદ્ધિ માટે પણ પ્રાર્થના કરું છું. (રર.૧૪)

(3:34 PM IST)