<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

ફેબ્રુઆરીમાં ઉત્‍પાદન વૃદ્ધિ ધીમી પડી, PMI ૧૪ મહિનાના નીચલા સ્‍તરે

નવા ઓર્ડર અને ઉત્‍પાદનમાં ઘટાડો

નવી દિલ્‍હી, તા.૩: ફેબ્રુઆરીમાં ભારતીય ઉત્‍પાદન ક્ષેત્રનો વિકાસ ધીમો રહ્યો. દેશનો મેન્‍યુફેક્‍ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્‍ડેક્‍સ જાન્‍યુઆરીમાં ૫૭.૭ થી ઘટીને ફેબ્રુઆરી ૨૦૨૫માં ૧૪ મહિનાના નીચલા સ્‍તર ૫૬.૩ પર આવી ગયો. ડિસેમ્‍બર ૨૦૨૩ પછી આ સૌથી ધીમો વિસ્‍તરણ છે. HSBC દ્વારા બહાર પાડવામાં આવેલા અને S&P ગ્‍લોબલ દ્વારા સંકલિત આ અહેવાલ મુજબ, ઉત્‍પાદન અને વેચાણમાં સુસ્‍તી તેમજ ઇનપુટ ખરીદી ૧૪ મહિનાના નીચલા સ્‍તરે આવી જવાને કારણે ઘટાડો થયો હતો. માંગ જળવાઈ રહી હોવા છતાં, ફુગાવાના દબાણને કારણે, કંપનીઓએ વધતા મજૂર ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખવાનું શરૂ કર્યું.

ભારતનો મેન્‍યુફેક્‍ચરિંગ PMI ફેબ્રુઆરીમાં ૫૬.૩ હતો, જે પાછલા મહિનાના ૫૭.૭ કરતા થોડો ઓછો હતો, પરંતુ હજુ પણ વિસ્‍તરણના ક્ષેત્રમાં છે, HSBC ના મુખ્‍ય ભારતીય અર્થશાષાી પ્રાંજુલ ભંડારીએ જણાવ્‍યું હતું.

તેમણે કહ્યું કે મજબૂત વૈશ્વિક માંગ ભારતીય ઉત્‍પાદન ક્ષેત્રમાં વળદ્ધિને આગળ ધપાવી રહી છે, કંપનીઓ ખરીદી પ્રવળત્તિ અને રોજગારમાં વધારો કરી રહી છે. વ્‍યાપારિક ભાવના પણ મજબૂત રહી, સર્વેક્ષણમાં લગભગ એક તળતીયાંશ કંપનીઓએ આગામી વર્ષે ઉત્‍પાદનમાં વધુ વધારો થવાની અપેક્ષા રાખી હતી. ડિસેમ્‍બર ૨૦૨૩ પછી ઉત્‍પાદન વળદ્ધિની ગતિ સૌથી ધીમી હોવા છતાં, ફેબ્રુઆરીમાં ભારતનું ઉત્‍પાદન ક્ષેત્ર એકંદરે હકારાત્‍મક ક્ષેત્રમાં રહ્યું. (રર.૨૦)

(4:02 PM IST)