News of Monday, 3rd March 2025
પાકિસ્તાનને કાશ્મીર મામલે જોરદાર ફટકો મારશે ભારત : ઇસ્લામિક દેશો પણ તેનાથી આઘા ભાગશે
ઇસ્લામિક દેશોમાં પણ પાક.ને એકલુ અટુલુ પાડી દેવા યોજના

નવી દિલ્હી, તા.૩: અબ્દુલ હુસૈન દ્વારા, ભારત ઈરાનના ટોચના નેતાને જમ્મુ અને કાશ્મીર અંગે સંદેશ આપવા માંગે છે. ઈરાની સર્વોચ્ચ નેતાને સંદેશા મોકલવા માટે અબ્દુલ હુસૈન ખોસરો શ્રેષ્ઠ માધ્યમ હતા. તેમની એક અઠવાડિયાની મુલાકાત મહત્વપૂર્ણ છે. જો ઈરાન તટસ્થ વલણ અપનાવે અને પાકિસ્તાન તરફનો પોતાનો ઝુકાવ ઓછો કરે તો તે એક મોટી સફળતા હશે.
પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહે છે. પાકિસ્તાન દર વખતે સંયુક્ત રાષ્ટ્રના મંચ પર આ મુદ્દો ઉઠાવે છે અને તુર્કી, ઈરાન, મલેશિયા જેવા દેશો સાથે પણ તેની ચર્ચા કરાવે છે. હવે ભારતે આ લોબિંગ તોડવાનો પ્રયાસ શરૂ કર્યો છે. ઈરાનની સુપ્રીમ કાઉન્સિલ ફોર કલ્ચરલ રિવોલ્યુશનના સેક્રેટરી અબ્દુલ હુસૈન ખોસરો પાના લગભગ એક અઠવાડિયા સુધી ભારતમાં રહયા. આ સમયગાળા દરમિયાન, તેમણે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો અને ભારત સરકારના પ્રતિનિધિઓને પણ મળ્યા. આ મુલાકાતને ભારત સરકાર દ્વારા કાશ્મીર મુદ્દા પર ઈરાનના અભિપ્રાયને બદલવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
અબ્દુલ હુસૈન ખોસરોને ઈરાનના ટોચના નેતા આયાતુલ્લાહ ખામેનીના નજીકના માનવામાં આવે છે. ખામેનીએ ગયા વર્ષે ભારતને એક અસ્વસ્થતાભર્યું નિવેદન આપ્યું હતું, જેમાં કહયું હતું કે કાશ્મીરમાં મુસ્લિમોની સ્થિતિ સારી નથી. હવે તેમના નજીકના નેતાનું ભારતમાં એક અઠવાડિયા માટે રોકાણ એક મોટી રણનીતિનો સંકેત છે. સૂત્રો કહે છે કે અબ્દુલ હુસૈન દ્વારા ભારત ઈરાનના ટોચના નેતાને જમ્મુ અને કાશ્મીર અંગે સંદેશ આપવા માંગે છે. ઈરાની સર્વોચ્ચ નેતાને સંદેશા મોકલવા માટે અબ્દુલ હુસૈન ખોસરો શ્રેષ્ઠ માધ્યમ હતા. આવી સ્થિતિમાં, તેમની એક અઠવાડિયાની મુલાકાત મહત્વની છે. જો ઈરાન જમ્મુ અને કાશ્મીરના મુદ્દા પર તટસ્થ વલણ અપનાવે અને પાકિસ્તાન તરફનો પોતાનો ઝુકાવ ઓછો કરે તો તે એક મોટી સફળતા હશે.
ગયા વર્ષે ખામેનીએ કાશ્મીરમાં મુસ્લિમોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તે પહેલાં, તુર્કી અને મલેશિયાએ સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ઘણી વખત આ મુદ્દો ઉઠાવ્યો હતો. આવી સ્થિતિમાં, ઈરાન જેવા મિત્ર દેશના ટોચના નેતાનું નિવેદન આઘાતજનક હતું. એવું માનવામાં આવે છે કે તે પરિસ્થિતિને ટાળવા માટે સરકારે ખામેનીને સંદેશ મોકલવાનો નિર્ણય લીધો. વાસ્તવમાં આ કાર્યક્રમનું આયોજન ઈન્ડિયા કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આમાં અબ્દુલ હુસૈન આવ્યો હતો. આ કાર્યક્રમ ઉપરાંત, તેમનો તાજમહેલ અને રાજઘાટની મુલાકાત લેવાનો પણ કાર્યક્રમ હતો. હકીકતમાં, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, ખામેનીએ કાશ્મીર અંગે એક નિવેદન આપ્યું હતું. ભારતે આનો વાંધો ઉઠાવ્યો હતો અને કહયું હતું કે કદાચ ઈરાનના ટોચના નેતાને ક્યાંકથી ખોટી માહિતી મળી હશે. તેમણે કરેલી ટિપ્પણીઓ અસ્વીકાર્ય છે
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
