News of Monday, 3rd March 2025
યુનિસેફ ઈન્ટરશિપ 2025માં ભાગ લેવા માટે સોનેરી તક : જાણો કેવી રીતે અરજી કરવી અને શું છે યોગ્યતા
ઇન્ટર્નશિપનો સમયગાળો સામાન્ય રીતે છ થી છવીસ અઠવાડિયા સુધીનો હોય છે. ઉપલબ્ધતા અને જરૂરિયાતોના આધારે, ઇન્ટર્નશિપ પૂર્ણ-સમય અથવા અંશ-સમય હોઈ શકે

નવી દિલ્હી :પ્રોફેશનલ દુનિયામાં ઈન્ટર્નશિપ એક પહેલું પગલું હોય છે. જ્યાં ઘણુબધુ શિખવા મળે છે. કોઈ પ્રતિષ્ઠિથ સંસ્થામાંથી ઈન્ટર્નશિપ પ્રોગ્રામથી ખૂબ જ શિખવા મળે છે અને અનુભવ પણ ખૂબ જ કામ આવે છે.આ સંજોગોમાં યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ) વિદ્યાર્થીઓ અને તાજેતરના સ્નાતકો માટે ઇન્ટર્નશિપની તકો પ્રદાન કરે છે.
આ કાર્યક્રમ સહભાગીઓને તેમના શૈક્ષણિક અને વ્યાવસાયિક કૌશલ્યોમાં વધારો કરતી વખતે યુનિસેફના મિશનમાં યોગદાન આપવાની તક આપે છે.
યુનિસેફ ઇન્ટર્નશિપ 2025: ઇન્ટર્નશિપનો સમયગાળો
ઇન્ટર્નશિપનો સમયગાળો સામાન્ય રીતે છ થી છવીસ અઠવાડિયા સુધીનો હોય છે. ઉપલબ્ધતા અને જરૂરિયાતોના આધારે, ઇન્ટર્નશિપ પૂર્ણ-સમય અથવા અંશ-સમય હોઈ શકે છે.
ઇન્ટર્ન વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરશે, જેમાં નીચેની બાબતનો સમાવેશ થાય છે:
• સંશોધન
• ડેટાબેઝ મેનેજમેન્ટ
• કોમ્યુનિકેશન્સ
• અન્ય સંબંધિત ક્ષેત્રો
• સ્ટાઈપેન્ડ અને ફાયનાન્શિયલ સપોર્ટ
યુનિસેફ ઇન્ટર્નશિપ 2025: એલિજીબિલીટી શું છે?
બેચલર, માસ્ટર્સ અથવા પીએચડી પ્રોગ્રામમાં નોંધણી કરાવી હોય અથવા છેલ્લા બે વર્ષમાં સ્નાતક થયા હોય.
યુનિસેફની ઓછામાં ઓછી એક કાર્યકારી ભાષા - અંગ્રેજી, ફ્રેન્ચ અથવા સ્પેનિશમાં નિપુણતા.
અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
કેવી રીતે અરજી કરવી
ઉમેદવારો નીચે આપેલા પગલાં દ્વારા આ માટે અરજી કરી શકે છે.
• સૌપ્રથમ ઉમેદવારો યુનિસેફની સત્તાવાર વેબસાઇટ (www.unicef.org) ની મુલાકાત લે છે.
• આ પછી, ઉમેદવારોએ હોમપેજ પર કારકિર્દી વિભાગ પર ક્લિક કરવું જોઈએ.
• ઉમેદવારો હવે વિકલ્પોમાંથી ઇન્ટર્નશિપ તકો પસંદ કરી શકે છે.
• આ પછી, ઉમેદવારો ઉપલબ્ધ ઇન્ટર્નશિપ પદોની યાદી જોશે.
• હવે ઉમેદવારો તેમની લાયકાત અનુસાર સંબંધિત પોસ્ટ પસંદ કરે છે.
• હવે ઉમેદવારો જરૂરી વિગતો સાથે અરજી ફોર્મ ભરે છે અને તેને સબમિટ કરે છે.
• અરજી ફોર્મ સબમિટ કર્યા પછી ઉમેદવારો પુષ્ટિકરણ પૃષ્ઠ ડાઉનલોડ કરી શકે છે.
• છેલ્લે ભવિષ્યના સંદર્ભ માટે એક હાર્ડ કોપી રાખો
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
