<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

IIT બાબા અભયસિંહે આત્મહત્યાની ધમકી આપી :પોલીસ હોટલમાં પહોંચી: ગાંજાનો જથ્થો જપ્ત કર્યો : અટકાયત

IIT બાબા અભયસિંહે અટકાયત અંગે ઈન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવ્યો : તેમણે કેપ્શનમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વકીલ પાસેથી કેસ લડવા મદદ માંગી

મહાકુંભમાં વાયરલ IIT બાબા અભયસિંહની જયપુર પોલીસે અટકાયત કરી છે. પોલીસે તેમની પાસેથી ગાંજો જપ્ત કર્યો છે. તેમની વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

 

અભયસિંહે સોશિયલ મીડિયા પર આત્મહત્યાની ધમકી આપી હતી. જેને લઈને પોલીસે રિદ્ધિ સિદ્ધિ પાર્ક ક્લાસિક હોટલ પહોંચીને તેમની ધરપકડ કરી હતી. આ દરમિયાન બાબા પાસેથી ગાંજો મળી આવ્યો છે. પોલીસે અભયસિંહની પુછતાછ હાથ ધરી છે.

 

ગાંજો મળવા અંગે અભયસિંહે કહ્યું કે આ મહાદેવનો પ્રસાદ છે. બધા બાબા પીવે છે અને પોલીસ તેમની પર કેસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે આ ગેરકાયદે છે. સાધુઓ ખુલ્લામાં પીવે છે. બધાની સામે તેના પુરાવા છે તો બધાને પકડો.

 

IIT બાબા અભયસિંહે અટકાયત અંગે ઈન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવીને માહિતી આપી હતી. તેણે કહ્યું કે હોટલમાં પોલીસ આવી ગઈ છે. મારો સામાન પેક કરી લીધો છે. પોલીસ ફરિયાદ નોંધી રહી છે. આ સાથે જ તેમણે કેપ્શનમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વકીલ પાસેથી કેસ લડવા મદદ માંગી હતી.

(7:14 PM IST)