News of Monday, 3rd March 2025
ભારત-પાકિસ્તાન સરહદ પર BSF જવાનોની મોટી કાર્યવાહી : ઘુસણખોરીનો પ્રયાસ કરનારને ઠાર કર્યો
પાકિસ્તાની ઘુસણખોરનો મૃતદેહ અજનાલાની સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો

ભારત-પાકિસ્તાન સરહદ પર BSF જવાનોએ મોટી કાર્યવાહી કરી છે. એક પાકિસ્તાની ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બીએસએફ જવાનોએ તેને ચેતવણી આપી, જ્યારે તેણે ન સાંભળ્યું તો તેને ગોળી મારી દેવામાં આવી. પાકિસ્તાની ઘુસણખોરનો મૃતદેહ અજનાલાની સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. રામદાસ પોલીસ સ્ટેશન દ્વારા આ કેસની તપાસ શરૂ કરવામાં આવી છે.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
