<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

એક પાનકાર્ડ પર પેઢી વધારે હશે તો પણ ટર્નઓવર એક જ ગણાશે

ટર્નઓવરના આધારે જ ઇ-ઈનવોઈસનો નિયમ લાગુ કરવામાં આવશે : પાંચ કરોડથી વધુ ટર્નઓવર હોય તો ફરજિયાત ઈ-ઈનવોઈસ બનાવવાનો નિયમ

મુંબઇ,તા.૪: એક પાનકાર્ડ પર એક કરતાં વધુ કંપનીઓની હોય અને તે કંપનીઓનું વાર્ષિક ટર્નઓવર પાંચ કરોડ કરતાં વધુ હોય તો પણ ફરજિયાત ઈ-ઈનવોઈસ બનાવવું પડશે. કારણ કે વેપારીઓને એવું હતું કે એક કંપનીનું ટર્નઓવર પાંચ કરોડથી વધુ હોય તેવા કિસ્‍સામાં જ ફરજિયાત ઈ-ઈનવોઈસ બનાવવાનો હતો, એપ્રિલથી એક પાનકાર્ડનો ઉપયોગ કરીને જેટલી પણ કંપની રજિસ્‍ટ્રેશન કરાવી હશે તેવી તમામ કંપનીઓ માટે આ નિયમ લાગુ થવાનો છે.

જીએસટીમાં મોટાભાગના વેપારીઓની વિગતો ઓનલાઈન જ મળી રહે અને બોગસ બિલિંગના દૂષણને અટકાવી શકાય તે માટે સૌથી પહેલા ૫૦૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનાર માટે ફરજિયાત ઈ-ઈનવોઈસનો નિયમ લાગુ કરવામાં આવ્‍યો હતો. જેથી વેપારી દ્વારા જે પણ માલનું વેચાણ કરવામાં આવે તેનું બિલ પોર્ટલ પર જ બનાવવાનું રહેશે ત્‍યારબાદ સુધારો કરોડ તેના કરતાં વધુ ટર્નઓવર હોય તેથી કંપનીઓ માટે ફરજિયાત ઈ-ધનવોર્થ સનો નિયમ લાગુ કરવામાં આવ્‍યો છે. આ નિયમથી બચવા માટે કેટલાક વેપારીઓએ એક જ પાનકાર્ડનો ઉપયોગ કરીને અલગ અલગ નામે કંપનીઓ શરૂ કરી હતી. જેથી એવો પણ સુધારો કરવામાં આવ્‍યો છે કે એક જ પાનકાર્ડ એક કરતાં વધુ કંપનીઓ ખોલવામાં આવી હોય તેવા કિસ્‍સામાં તમામ કંપનીનું ટર્નઓવર એક જ ગણવામાં આવશે. તેના કારણે કંપનીનું ટર્નઓવર પાંચ કરોડથી વધુ થાય તો તેવા વેપારીએ પણ ફરજિયાત ઈ-ઈનવોઈસ બનાવવું ચાલુ નાણાકીય વર્ષ પુરું થવાનું હોય અને વેપારીનું ટર્નઓવર પાંચ કરોડ અથવા તેના કરતાં વધુ થાય તો ફરજિયાત ઈ-ઈનોઈસનો નિયમ લાગુ થવાનો છે.(૪૦.૬)

(10:10 AM IST)