News of Tuesday, 4th March 2025
ઈરાન ૬ પરમાણુ બોમ્બ બનાવવાની બિલકુલ નજીક
જેનો ડર હતો તે જ થયું : અમેરિકા અને ઈઝરાયલની ઉંઘ ઉડી ગઈ :ઈરાન હવે કોઈ પણ દેશ પર હુમલો કરી શકે છે

તહેરાન, તા.૪ : ઈરાનની કોઈ પણ હરકત અમેરિકા–ઇઝરાયલની ટેન્શન વધારી દે છે. જોકે હવે એવી ખબર આવી છે, જે ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહૂની ઉંઘ ઉડાવી દેવાની. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)ના ડિરેકટરે સોમવારે ગવર્નર બોર્ડને જણાવ્યું કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાના બિલકુલ નજીક છે. તેના પાસે એટલું યુરેનિયમ જમા થઈ ગયું છે કે તે ૬ પરમાણુ બોમ્બ બનાવી શકે છે. આ ખબર આવ્યા પછી યુરોપિયન દેશોની ટેન્શન વધી ગઈ છે. IAEAના ડિરેકટર જનરલ રાફેલ ગ્રોસીએ જણાવ્યું કે ઈરાન ૨૭૫ કિલો યુરેનિયમ જમા કરી ચૂકયો છે. આ એટલું વધારે છે કે તે દર મહિને એક પરમાણુ બોમ્બ બનાવી શકે છે. ગ્રોસીએ કહયું, ''અમે આ વિશે વિગતવાર જવું પડશે. અમે શોધ્યું છે કે તેહરાન પાસે ૬૦% એવું યુરેનિયમ છે, જે તરત જ ૯૦% સુધી હથિયાર બનાવી શકે છે. એટલું જ નહીં, જો તેઓ ઈચ્છે તો આનાથી ૬ પરમાણુ બોમ્બ બનાવી શકે છે અને તેનાથી વધારે પણ હોઈ શકે છે. ત્રણ મહિના પહેલા તેના પાસે ૧૮૨ કિલોગ્રામ યુરેનિયમ હતું.'' વાઈસ પ્રેસિડેન્ટ બહાર ઇઝરાયલ અને અમેરિકી એજન્સીઓનો અંદાજ છે કે ઈરાન IAEAના અંદાજથી પણ વધારે પરમાણુ હથિયાર વિકસિત કરી શકે છે. કારણ કે તેના પાસે નાના પરમાણુ બોમ્બ બનાવવાની ક્ષમતા આવી ગઈ છે. રિપોર્ટમાં આ પણ જણાવાયું છે કે ટોચના ઈરાની અધિકારીઓએ ઉપપ્રમુખ જાવેદ જરીફને બહાર કરી દીધા છે, જે પશ્ચિમ સાથેની કૂટનીતિ માટે સરકારના ટોચના સમર્થકોમાંના એક હતા. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈએ અત્યાર સુધી ટ્રમ્પ પ્રશાસન સાથે પરમાણુ અને અન્ય મુદ્દાઓ પર વાતચીત કરવાની ઈચ્છા દર્શાવી નથી. બીજી તરફ, ટ્રમ્પે ઘણી બધા પ્રતિબંધો ઈરાન પર લગાવ્યા છે. ખામેનેઈએ કહ્રયું છે કે ૨૦૧૮માં ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચેના પરમાણુ સમજૂતીમાંથી ટ્રમ્પનું બહાર નીકળવું અમારા પરના વિશ્વાસને ઓછું કરે છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે બીજી તરફ, ટ્રમ્પે ચેતવણી આપી છે કે ખામેનેઈ પાસે બહુ ઓછો સમય છે, નહીંતર પરિણામ ભોગવવું પડશે. ચાર વર્ષ થઈ ગયા છે જ્યારે ઈરાને પરમાણુ સમજૂતી હેઠળની પોતાની પરમાણુ–સંબંધિત પ્રતિબદ્ધતાઓને અમલમાં મૂકવાનું બંધ કરી દીધું છે.(૨૩.૧૦)
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
