તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Tuesday, 4th March 2025
બુલીયન માર્કેટમાં તેજી : સોનામાં વધુ ૧૧૦૦-ચાંદીમાં ર૦૦૦ રૂા.નો ઉછાળો
સોનુ ૧૦ ગ્રામના ભાવ વધીને ૮૯,૧૦૦ અને ચાંદીના ભાવ વધીને ૯૮,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૪: બુલીયન માર્કેટમાં ગઇકાલથી શરૂ થયેલ તેજીનો દોર આજે પણ યથાવત રહયો હતો. સોનામાં વધુ ૧૧૦૦ અને ચાંદીમાં ર૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં વધુ ૧૧૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે રાત્રે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૮૮,૦૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે૮૯,૧૦૦ રૂા. થયા હતા. જયારે સોનાના બિસ્કીટમાં ૧૧,૦૦૦ રૂા. વધ્યા હતા. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૮,૮૦,૦૦૦ હતા તે વધીને ૮,૯૧,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.
સોનાની સાથે ચાંદીમાં પણ ર૦૦૦ રૂા. વધ્યા હતા. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ર૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૯૬,૦૦૦ રૂા. હતા તે વધીને ૯૮,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
