<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

દિલ્‍હીમાં બે જૂથ વચ્‍ચે, અંધાધૂંધ ગોળીબારઃ ૫ લોકો ગંભીર રીતે ઘાયલ

નવી દિલ્‍હી, તા.૪: રાજધાની દિલ્‍હીમાં ફરી એક વાર ખુલ્લેઆમ ફાયરિંગની ઘટના બની છે. દિલ્‍હીના જ્‍યોતિ નગરમાં જૂની અદાવતમાં ૨ જૂથો વચ્‍ચે ફાયરિંગ થયું છે. જેમાં ૫ લોકો ઘાયલ થઈ ગયા છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

દિલ્‍હી પોલીસના જણાવ્‍યા અનુસાર, ગઈ કાલે રાત્રે ૯ વાગ્‍યે, જ્‍યોતિ નગર પોલીસ સ્‍ટેશનમાં ગોળીબારની ઘટના અંગે ફોન આવ્‍યો હતો, જેમાં ફોન કરનારે જણાવ્‍યું હતું કે તેના પુત્રને અજાણ્‍યા લોકોએ ગોળી મારી દીધી છે. જ્‍યારે પોલીસ ટીમ શક્‍તિ ગ્રેડેન, લેન નંબર ૧, મીત નગર પહોંચી, ત્‍યારે પોલીસ ટીમે જોયું કે ૨ જૂથો વચ્‍ચે ગોળીબાર થયો હતો જેમાં ૫ લોકો ઘાયલ થયા હતા.

બધા ઘાયલોને જીટીબી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા છે. ક્રાઇમ ટીમ અને એફએસએલ ટીમને તપાસ માટે ગુનાના સ્‍થળે બોલાવવામાં આવી હતી. ટીમોએ કેટલાક ખાલી કારતૂસ અને એક જીવંત કારતૂસ જપ્ત કર્યા હતા. જે બાદ પોલીસ સ્‍ટેશન જ્‍યોતિ નગરમાં કેસ નોંધવામાં આવ્‍યો છે અને તપાસ ચાલી રહી છે.

(4:32 PM IST)