News of Tuesday, 4th March 2025
નવી ટેકનોલોજીમાં વપરાતા ખનિજોની નિકાસ પર ચીને મુકયો છે અંકુશ
હવે યુક્રેનના ખનિજ ભંડારો પર છે અમેરિકાની નજર, યુક્રેન પાસે છે ૧પ લાખ કરોડ ડોલરના ખનિજ ભંડારો

નવી દિલ્હીઃ યુરોપ અને અમેરિકા બન્નેને યુક્રેનમાં આટલો બધો રસ કેમ છે તેનું એક મહત્વનું કારણ છે. યુક્રેનમાં મહત્વપુર્ણ (ક્રીટીકલ) અને દુર્લભ(રેર) એમ બન્ને પ્રકારના ખનિજોનો ભંડાર છે. આ ખનિજોનો ઉપયોગ સેમીકંડકટર અને ઇલેકટ્રીક વાહનો (ઇવી) ની બેટરીથી માંડીને સંરક્ષણ ટઠેકનોલોજીમાં પણ થાય છે. અમેરિકા અને યુરોપ ચીન પરની નિર્ભયતા ઘટાડવા માંગે છે. વૈશ્વિકસ્તરે જોવામાં આવે તો ક્રીટીકલ એટલે કે મહત્વપૂર્ણ ખનીજનો સપ્લાય સતત મુશ્કેલ બનતો જાય છે. એટલું જ નહીં યુધ્ધ પછી યુક્રેનનો લગભગ પ૩ ટકા ખનિજ ભંડાર અત્યારે રશીયાના નિયંત્રણોમાં છે. બાઇડન પ્રશાસને સખ્તાઇ વધાર્યા પછી ડીસેમ્બર ર૦ર૪ માં ચીને કેટલાક મહત્વપૂર્ણ ખનિજોની અમેરિકામાં નિકાસ પર પ્રતિબંધ મૂકયો છે. તેમાં સેમીકંડેકટરમાં વપરાતું ગેલીયમ, સેમીકંડકટર અને ઇન્ફારેડ ટેકનોલોજીમાં વપરાતુ જર્મેમીયમ, મીસાઇલમાં વપરાતું એટીમની અને ઇવી બેટરી બનાવવા માટે જરૂરી ગ્રેફાઇડ પણ સામેલ છે. ચીન આનો સૌથી મોટો સપ્લાયર દેશ છે. તે દુનિયાનું ૬૦ ટકા જર્મેનીયમ, ૮૦ ટકા ગેલીયમ અને ૭૮ ટકા એંટીમનીનું ઉત્પાદન કરે છે. દુર્લભ ખનિજોમાં ૧૭ ખનિજ આવે છે. સેલફોન અને હાર્ડડ્રાઇવથી માંડીને ઇલેકટ્રીક તથા હાઇબ્રીડ વાહનો સુધી અનેક કઝયુમર ટેકનોલોજીમાં તેમનો ઉપયોગ થાય છે.
અમેરિકાએ પ૦ ખનિજોને મહત્વપૂર્ણની શ્રેણીમાં મુકેલ છે. અને તેમાંથી ર૬ ની આયાત ચીનથી થાય છે. ચીન પાસે ૪.૪ કરોડટન રેર મીનરલનો ભંડાર છે. જયારે અમેરિકા પાસે ૧૮ લાખ ટનનો દુર્લભ ખનિજોનું ૯૦ ટકા ઉત્પાદન (રીફાઇનીંગ પછી) ચીન જ કરે છે. તેના પર સરકારી અંકુશ વધારવા ચીને હાલમા઼ જ એક નિયમનો ડ્રાફટ જાહેર કર્યો છે. સરકારના આદેશ પર ચીન કંપનીઓ ખનીજોનું પ્રોસેસીંગ કરનાર મશીનોની નિકાલ પણ બંધ કરી રહી છે.
યુરોપિયન યુનિયને ૩૪ ખનિજોને ક્રીટીકલ શ્રેણીમાં મુકયા છે અને તેમાંથી રર ના ભંડાર યુક્રેનમાં છે. યુક્રેન પાસે બેટરી બનાવવામાં વપરાતુ લીથીયમ અને કોબાલ્ટ, એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી માટે મહત્વનું સ્કેનડીયમ, ઇલેકટ્રોનિક કોંપોનન્ટમાં વપરાતુ ટેટેલમ, એરોસ્પેસ, મેડીકલ, ઓટોમોબાઇલ અને મરીન ઉદ્યોગમાં વપરાતા ટાઇટેનીયમના ભંડાર છે. આ ઉપરાંત એરોસ્પેસ, ડીફેન્સ અને પરમાણું ઉર્જા જેવા ક્ષેત્રોમાં જરૂરી નિકલ, મેંગેનીઝ, બેરિલીયમ, હેફીયર, મેગ્નેશ્યમ, જીરકોનીયમના ભંડારો પણ તેની પાસે છે. પરમાણું હથિયાર અને લેઝરમાં વપરાતા ખનીજો આર્બિયમ અને યિટ્રીયમ પણ તેની પાસે છે. યુક્રેનના કુલ ભંડારોનું સાચું અનુમાન તો હજુ સુધી નથી થયું પણ વિશ્વના કુલ ભંડારોના પાંચ ટકા અને યુરોપના સૌથી મોટા મહત્વપૂર્ણ ખનિજ ભંડાર યુક્રેન પાસે છે.
યુરોપનો સૌથી મોટો ટાઇટેનીયમ ભંડાર યુક્રેનમાં છે. એક અંદાજ છે કે, યુક્રેનપાસે પ લાખ ટન લીથીયમનો ભંડાર છે. જેે યુરોપમાં સૌથી મોટો છે. તો ઇવીબેટરી અને ન્યુકલીયર રીએકટરમાં વપરાતા ગ્રેફાઇટનો ર૦ ટકા ભંડાર યુક્રેનમાં છે.
જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીના પ્રોફેસર અને ચીન મામલાના નિષ્ણાંત પ્રો. બીઆરદિપકનું કહેવું છે કે 'રાષ્ટ્રપતિ ટ્રમ્પની યુક્રેનમાં ઋચિ ત્યાં રહેલ લીથીયમ, ટાઇટેનીયમ, મેંગેનીઝ જેવા મહત્વપૂર્ણ ખનિજો અને દુર્લભ ખનિજોના સમૃધ્ધ ભંડારના કારણે છે. આ ખનિજ ઇલેકટ્રોનિકસ ડીફેન્સ અને રીન્યુએબલ એનર્જી જેવા ઉદ્યોગો માટે અત્યંત જરૂરી છે. યુક્રેનના ખનિજો સુધી પોતાની પહોંચ સુનિશ્ચત કરીને અમેરિકા ચીન પર પોતાની નિર્ભરતા ધટાડી શકે છે. અત્યાર સુધી ચીન જ આ ખનિજો અમેરિકાને આપવા માટે મોટું સપ્લાયર છે.'
જો યુક્રેનના ડોનેટસ્ક ખેરસોન, લુહાન્સક અને કાળા સમુદ્ર તેમજ ખનિજ ભંડારોને જોવામાં આવે તો જાણવા મળે કે રશિયાએ આ વિસ્તાર પર નિયંત્રણ કેમ કર્યુ છે. આ વિસ્તારો હાઇડ્રોકાર્બન ઉપરાંત ગ્રેાફાઇટ, લીથીયમ અને યુરેનિયમ જેવા મહત્વપૂર્ણ ખનિજોથી સમૃધ્ધ છે. એક અંદાજ અનુસાર, યુક્રેનના ખનિજ ભંડારોનું મૂલય ૧પ લાખ કરોડ ડોલરની આસપાસ છે.આ ખનિજ યુક્રેનની સંપ્રભુતાની સાથે યુરોપની આત્મનિર્ભરતા અને અમેરિકા તથા ચીન વચ્ચે ટેકનીકલ વર્ચસ્વની હરિફાઇ માટે પણ મહત્વના છે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
