News of Tuesday, 4th March 2025
૨૦૨૪માં ભારતમાંથી ૬૭.૬ લાખ લોકોએ વિઝા માટે અરજી કરી
વિદેશ પ્રવાસે જતા ભારતીયોની સંખ્યામાં વધારો : ૩ કરોડ જેટલા ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો

નવી દિલ્હી, તા.૪: વર્ષ ૨૦૨૪માં ભારતમાંથી ૬૭.૬ લાખ લોકોએ વિઝા માટે અરજીઓ કરી હોવાનું વિઝા સોર્સીસ અને ટેકનોલોજી સર્વિસ પ્રોવાઈડર VFS ગ્લોબલે સોમવારે જણાવ્યું હતું. આ આંકડો કોરોના મહામારી પહેલા વર્ષ ૨૦૧૯માં થયેલી અરજીઓ કરતા ૪ ટકા વધારે છે. વર્ષ ૨૦૧૯માં ૬૫ લાખ વિઝા એપ્લીકેશન થઈ હતી. સરકારના આંકડા દર્શાવે છે કે, વર્ષ ૨૦૨૪માં ૩ કરોડ જેટલા ભારતીયોએ વિદેશ પ્રવાસ કર્યો હતો. આ સંખ્યા વર્ષ ૨૦૨૩ કરતા ૮.૪ ટકા અને વર્ષ ૨૦૧૯ કરતા ૧૨.૩ ટકા વધારે છે. વર્ષ ૨૦૨૩માં ૨.૮ કરોડ અને વર્ષ ૨૦૧૯માં ૨.૭ ટકા લોકોએ વિદેશ પ્રવાસ કર્યો હતો.
બીજી તરફ કેટલા વિદેશીઓ ભારતના પ્રવાસે આવ્યા હતા તેના આંકડા હજુ સુધી ઉપલબ્ધ થયા નથી. યુનિયન ટુરિઝમ મિનિસ્ટ્રીના વર્ષ ૨૦૨૪ના ડેટા મુજબ લગભગ ૯૬.૬ લાખ વિદેશી પ્રવાસીઓ ભારત આવ્યા હતા. જે સંખ્યા વર્ષ ૨૦૨૩ કરતા ૧.૪ ટકા વધુ છે. વર્ષ ૨૦૨૩માં ૯૫.૨ ટકા વિદેશીઓ ભારત પ્રવાસે આવ્યા હતા. જોકે, વર્ષ ૨૦૨૩માં ભારત આવેલા વિદેશીઓની સંખ્યા વર્ષ ૨૦૧૯ કરતા ૧૧.૬ ટકા ઓછી છે. વર્ષ ૨૦૧૯માં ૧.૧ કરોડ વિદેશીઓએ ભારતની મુલાકાત લીધી હતી. ઈન્ડિયન ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી ઘણા સમયથી પ્રવાસીઓની સંખ્યા વધવાની આશા રાખીને બેઠી છે, પરંતુ હજુ જોઈએ તેવો ઉછાળો આવ્યો નથી. બાંગ્લાદેશથી ભારતમાં આવનારાની સંખ્યા ઘણી વધારે હોય છે. ત્યારે હાલમાં ત્યાં ચાલતી અશાંતિની ઘણી અસર ભારતીય પ્રવાસ ઉદ્યોગને પડી છે.
VFSએ જણાવ્યું હતું કે, ગત વર્ષે કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન, નેધરલેન્ડ્સ, સ્વીટ્ઝરલેન્ડ, સાઉદી અરેબિયા, યુએસ અને યુકે ભારતીયોમાં પોપ્યુલર ડેસ્ટિનેશન રહ્રયા હતા. VFS ગ્લોબલના સાઉથ એશિયાના COO યુમ્મી તલવારના કહેવા મુજબ, ભારતમાં વિદેશ પ્રવાસ ડિમાન્ડ મજબૂત જોવા મળી રહી છે અને આ મજબૂતાઈ વર્ષ ૨૦૨૫માં પણ જળવાઈ રહેશે.(
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
