News of Tuesday, 4th March 2025
ઉત્તર ભારતમાં હવે તેજ પવન ફુકાશે : 9 માર્ચથી ફરી વરસાદ અને બરફ વર્ષા નો રાઉન્ડ

નવી દિલ્હી તા.૪ : આગામી બે દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ દિશામાંથી જોરદાર પવન ફૂંકાશે, જેના કારણે પાકને થોડું નુકસાન થઈ શકે છે. 9 માર્ચથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહાડો પર ટકરાશે. જેના કારણે 9 થી 11 માર્ચ વચ્ચે પર્વતોમાં ફરી એકવાર ભારે હિમવર્ષા થઈ શકે છે. જો ખેતરોમાં પાણી હોય તો ભારે પવન પાકને નુકસાન પહોંચાડે છે. આગામી ત્રણ-ચાર દિવસ સુધી હવામાન લગભગ શુષ્ક રહેશે. 8 માર્ચથી મુંબઈ સહિત મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણામાં તાપમાન વધશે.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
