<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

ભાઈની નજર સામે જ બહેન સાથે થયા ‘ઈન્‍ટીમેટ', ૨ યુવકોએ પાર કરી નાંખી હૈવાનિયતની તમામ હદ

મહારાષ્ટ્રના પુણેમાં બે યુવકોએ ૧૯ વર્ષની યુવતીને છરીની અણીએ તેના પિતરાઈ ભાઈ સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરાયું : ત્‍યારબાદ તેની સાથે રેપ કરવામાં આવ્‍યો

 

પૂણે, તા.૫: મહારાષ્ટ્રના પુણેમાં થોડા દિવસો પહેલા સરકારી બસમાં મહિલા પર થયેલા બળાત્‍કારની ઘટનાની શાહી સુકાઈ નથી, જે કેસમાં પોલીસે આરોપીઓને પકડવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. ત્‍યારે પુણેમાંથી જ ફરી બળાત્‍કારનો કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે. આ ઘટનાની આગ હજુ ઠંડી પણ નહોતી પડી. ત્‍યાં બે લોકોએ ૧૯ વર્ષની છોકરી પર તેના પિતરાઈ ભાઈની સામે છરીની અણીએ બળાત્‍કાર કર્યો છે. એટલું જ નહીં, આ બંને ગુનેગારોએ યુવતી અને તેના પિતરાઈ ભાઈને શારીરિક સંબંધ બાંધવા દબાણ પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્‍યો હતો. પોલીસે FIR નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

આ ઘટના પુણેના રંજનગાંવ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના શિરુર તાલુકામાં બની હતી. કેસની તપાસ કરી રહેલા રંજનગાંવ એસપી મહાદેવ વાઘમોડેએ જણાવ્‍યું કે શનિવારે રાત્રે યુવતી તેના પિતરાઈ ભાઈ સાથે તેના ઘરની નજીક એકાંત જગ્‍યાએ બેઠી હતી. ત્‍યારે ત્‍યાં બાઇક પર બે યુવકો આવ્‍યા, જેમની ઉંમર ૨૦ થી ૨૫ વર્ષની વચ્‍ચે હતી. બંનેએ ભાઈ-બહેનની સામે બાઇક રોકી હતી અને છરી દેખાડી ધમકી આપવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ બંનેને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. આ ઘૃણાસ્‍પદ ઘટનાનો વીડિયો પણ બનાવ્‍યો હતો.

ત્‍યારબાદ આરોપીઓએ તેમના પિતરાઈ ભાઈની સામે છરી બતાવી યુવતી પર બળાત્‍કાર ગુજાર્યો હતો. આ સાથે આરોપીએ યુવતીની નાકની નથ અને સોનાનું પેન્‍ડન્‍ટ લૂંટીને ભાગી ગયા હતા. આ પછી યુવતીએ ૧૧૨ ડાયલ કરીને પીસીઆરને કોલ કરીને ઘટનાની જાણકારી આપી હતી. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્‍થળે પહોંચી ગયો હતો. પોલીસે યુવતીની ફરિયાદ પર એફઆઈઆર નોંધી છે. આ પછી પોલીસે કોઈ સમય બગાડયા વિના આરોપીની ધરપકડ કરી લીધી.

પોલીસે આરોપીઓની BNSની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરી છે અને તેમને ૭ માર્ચ સુધી પોલીસ કસ્‍ટડીમાં મોકલી દીધા છે.(૨૩.૪)

(10:00 AM IST)