હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રોક શકો તો રોક લો... ચેમ્પિયન બનવા ટીમ ઇન્ડિયા એક ડગલુ દુર
કાંગારૂઓને પછાડી ભારતે ૧૪ વર્ષની બાકી બદલો લીધોઃ હવે ફાઇનલમાં આફ્રિકા કે ન્યુઝીલેન્ડનો વારો વિરાટ ફરી એક વખત જીતનો હિરો સાબીત, શમી, શ્રેયસ, અક્ષર, હાર્દિક, રાહુલનું પણ મહત્વનું યોગદાન રાજકોટ, અમદાવાદ, સુરત, બરોડા સહિતના શહેરોમાં જીતનો જશ્નઃ લોકો તિરંગા સાથે રસ્તાઓ ઉપર નિકળી પડયાઃ ભવ્ય આતશબાજી

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રાફીની સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું. આ જીત સાથે ભારતીય ટીમે ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી. ભારતીય ટીમની જીતનું મોટું કારણ વિરાટ કોહલી અને મોહમ્મદ શમી રહ્યા છે. વિરાટ કોહલીએ ૮૪ રનની ઈનિંગ રમી જયારે મોહમ્મદ શમીએ ૩ વિકેટ ઝડપી. આ જીત સાથે જ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને સેમિફાઈનલથી બહાર કરી દીધું છે. વર્ષ ૨૦૨૩માં વનડે વર્લ્ડકપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને મ્હાત આપી હતી. એવામાં ભારતીય ટીમે ભવ્ય જીત મેળવીને ઓસ્ટ્રેલિયાનો બદલો લીધો છે. ત્યારે આ જીત સાથે ભારતીય ટીમે ૫ મોટી કમાલ કરી છે.
ટીમ ઇન્ડિયાનો ભવ્ય વિજય થતાં રાત્રીના રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત સહિતના શહેરોમાં ક્રિકેટ પ્રેમીઓએ આતશબાજી કરી જીતની ઉજવણી કરી હતી.
ભારતીય ટીમે ૧૪ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને આઇસીસી ટૂર્નામેન્ટની નોક આઉટ મેચમાં હરાવ્યું છે. ૨૦૧૫ વર્લ્ડ કપ સેમિફાઈનલ, ૨૦૨૩ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઈનલમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાથી માત મળી હતી.
ભારતીય ટીમને છેલ્લી વખત આઇસીસી ટૂર્નામેન્ટના નોક આઉટ મુકાબલામાં ઓસ્ટ્રેલિયા પર જીત ૨૦૧૧ વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઈનલમાં મળી હતી. આ મેચ અમદાવાદના સ્ટેડિયમમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા ૬ વિકેટ ગુમાવીને ૨૬૦ રન બનાવ્યા હતા. જેને ભારતીય ટીમએ ૫ વિકેટથી ૪૭.૫ ઓવરમાં જીત મેળવી હતી. પ્લેયર ઓફ ધ મેચ યુવરાજ સિંહને મળ્યો હતો.
ટીમ ઇન્ડિયાને સૌથી મોટો ઝટકો ઓસ્ટ્રેલિયાએ ૧૯ નવેમ્બર ૨૦૨૩એ આપ્યો હતો. આઇસીસીવનડે વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને ૬ વિકેટથી હરાવ્યું હતું અને ભારતીય ટીમનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચવા સુધી એક પણ મેચ હારી નથી.
ભારતીય ટીમ સતત ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચી છે. વર્ષ ૨૦૧૩, ૨૦૧૭ બાદ ભારતીય ટીમ ૨૦૨૫જ્રાક્રત્ન ફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતીય ટીમ કુલ પાંચમી વખત પહોંચી છે.
ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપમાં સતત ચોથી વખત આઇસીસી ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૩ સિવાય વર્લ્ડ કપ ૨૦૨૩, ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૩માં પણ ભારતે ફાઈનલમાં જગ્યા બનાવી હતી.
વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બની ગયો છે. તેમણે શિખર ધવનના ૭૦૧ રનનો રેકોર્ડ તોડ્યો. એટલું જ નહીં કોહલી આઈસીસી ટૂર્નામેન્ટની નાઙ્ઘક આઉટ મેચોમાં ૧૦૦૦ રન બનાવનારા પહેલા ખેલાડી બન્યા.
મોહમ્મદ શમીએ આઈસીસીની નોક આઉટ મેચમાં ૨૧ વિકેટ ઝડપી છે. આ ભારત તરફથી એક રેકોર્ડ છે. શમીએ સેમિફાઈનલમાં સૌથી વધુ ૩ વિકેટ ઝડપી.
હવે આગામી ૯મીએ ટીમ ઇન્ડીયાનો ફાઇનલ મુકાબલો સાઉથ આફ્રિકા અથવા ન્યુઝીલેન્ડ સામે રમાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
