હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બે પત્નિ હોવા છતાં એકેયને ટાઈમ નહોતો આપતો, ભાડાનું મકાન લઈ કોઈ ત્રીજી સાથે રહેવા લાગ્યો
એક યુવક વારંવાર ભાડાનું મકાન બદલતો રહેતો હતો : તે પત્નિ પાસે જતો નહોતો : પતિની સચ્ચાઈ જાણી મહિલાના હોશ ઉડી ગયાઃ છુટાછેડા વગર કર્યા બીજા લગ્ન

મૈનપુરીઃ ઉત્તર પ્રદેશના મૈનપુરીમાંથી અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવક ભાડાના મકાનમાં રહેતો હતો. તે પત્ની સાથે સંબંધ બનાવતો નહોતો. પણ તેનાથી દૂર દૂર ભાગતો હતો. તેમ છતાં તે હંમેશા ખુશ રહેતો હતો. તેણે ગત રક્ષાબંધનમાં પત્નીને પિયરમાં મોકલી દીધી અને પાછી લાવવાનું નામ નહોતો લેતો. ત્યારે આવા સમયે અચાનક પત્ની તેના પતિના ભાડાના મકાનમાં જઈ પહોંચી. દરવાજો ખોલી જેવું તેણે નજારો જોયો તો પગતળેથી જમીન સરકી ગઈ. પતિની સચ્ચાઈ જાણી મહિલા ઉદાસ થઈ ગઈ.
મૈનપુરીમાં રહેતા યુવકે બે લગ્ન કર્યા હતા. વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર યુવક ભાડાના મકાનમાં રહેતો હતો. તેણે પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના બીજી લગ્ન કરી નાખ્યા અને ત્રીજા કરવાની તૈયારીમાં હતો, પણ અચાનક તેની બીજી પત્નીને આ વાતની જાણ થઈ ગઈ અને યુવકના રૂમમાં જઈ પહોંચી. જ્યાં તેણે પ્રેમિકા સાથે રંગેહાથે ઝડપી પાડયો અને ભારે હોબાળો મચાવ્યો. મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી અને સાસરિયે પહોંચી ગઈ. તો સાસરિયાના લોકોએ તેને ઘરની અંદર ઘૂસવા દીધી નહીં.
સાસરિયાના લોકો બીજી વિવાહિતાને ઘરમાં ઘૂસવા નહોતા દેતા. ઘટનાની જાણ થતાં પહોંચેલી પોલીસે પણ આ મામલે તપાસ કરી પણ પત્ની મોડી રાત બાદ ઘરમાં એન્ટર થઈ શકી નહીં. આખો મામલો મૈનપુરી શહેરના મોહલ્લા રાજીવ ગાંધી નગર કોલોની સાથે જોડાયેલ છે. આ મોહલ્લાવાસી ગૌરવ કુમાર પુત્ર મહેશ ચંદ્ર રાજસ્થાનના કોટામાં કેટલાય વર્ષોથી પ્રાઈવેટ એન્જિનિયરના પદ પર જોબ કરે છે, જે પરણેલો હોવા છતાં એકલો રહેતો હતો. ગત ૧૯ એપ્રિલના રોજ તેણે કુંવારો ગણાવીને હિન્દુ રીતિ રિવાજથી કોટાની રહેવાસી શીલુ યાદવ સાથે લગ્ન કર્યા હતા.
થોડા મહિના સુધી બધું બરાબર ચાલતું રહ્યું. આરોપ છે કે, થોડા દિવસ બાદ રક્ષાબંધનના તહેવાર શીલુને પિયરમાં મોકલી દીધી બાદમાં ગૌરવે તેને પિયરથી બોલાવી નહીં અને બીજા લગ્ન કરી ભાડાના મકાનમાં લઈને ત્રીજી યુવતી સાથે રિલેશનશિપમાં રહેવા લાગ્યો. જેની જાણ શીલુને જ્યારે થઈ તો તેણે ભાઈને લઈને ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રંગે હાથે પતિ અને યુવતીને દબોચી લીધા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, મૈનપુરીના રહેવાસી એન્જિનિયર ગૌરવને લગ્ન કરવાનો શોખ ચડયો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
