હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોધરા ઘટનાના ૧૪ સાક્ષીઓની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી
સાક્ષીઓને ૧૫૦ CISF કર્મચારીઓ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી હતી ગૃહ મંત્રાલયે SITના ભલામણ અહેવાલના આધારે આ નિર્ણય લીધો

નવી દિલ્હી, તા.૫: ગુજરાતમાં ગોધરા ઘટનાના સાક્ષીઓની સુરક્ષા હટાવી લેવામાં આવી છે. આ નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કુલ ૧૪ સાક્ષીઓની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. તેમને ૧૫૦ CISF જવાનો દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગળહ મંત્રાલયે SITના ભલામણ રિપોર્ટના આધારે ૧૪ સાક્ષીઓની સુરક્ષા દૂર કરવાનો નિર્ણય લીધો છે. ગોધરા ઘટના પર રચાયેલી SIT એ ૧૦ નવેમ્બર, ૨૦૨૩ ના રોજ આ સાક્ષીઓની સુરક્ષા દૂર કરવા માટે પોતાનો અહેવાલ આપ્યો હતો. આ સાક્ષીઓની સુરક્ષા દૂર કરવામાં આવી હતીઃ ૧-હબીબ રસૂલ સૈયદ, ૨- અમીનાબેન હબીબ રસૂલ સૈયદ, ૩-અકીલાબેન યાસીનમીન, ૪-સૈયદ યુસુફ ભાઈ, ૫-અબ્દુલભાઈ મરિયમ અપ્પા, ૬-યાકુબ ભાઈ નૂરન નિશાર, ૭-રજકભાઈ અખ્તર હુસૈન, ૮-નાઝીમભાઈ સત્તારભાઈ, ૯-માજીદભાઈ શેખ યાનુશ મહમદ, ૧૦-હાજી મયુદ્દીન, ૧૧- સમસુદ્દીન ફરીદા બાનુ, ૧૨-સમુદ્દીન મુસ્તફા ઇસ્માઇલ, ૧૩- મદીના બીબી મુસ્તફા, ૧૪-ભાઈલાલભાઈ ચંદુભાઈ રાઠવા.
સાક્ષીઓને ૧૫૦ CISF કર્મચારીઓ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી હતી
ગૃહ મંત્રાલયે SITના ભલામણ અહેવાલના આધારે આ નિર્ણય લીધો
નવી દિલ્હી, તા.૫: ગુજરાતમાં ગોધરા ઘટનાના સાક્ષીઓની સુરક્ષા હટાવી લેવામાં આવી છે. આ નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કુલ ૧૪ સાક્ષીઓની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. તેમને ૧૫૦ CISF જવાનો દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગળહ મંત્રાલયે SITના ભલામણ રિપોર્ટના આધારે ૧૪ સાક્ષીઓની સુરક્ષા દૂર કરવાનો નિર્ણય લીધો છે. ગોધરા ઘટના પર રચાયેલી SIT એ ૧૦ નવેમ્બર, ૨૦૨૩ ના રોજ આ સાક્ષીઓની સુરક્ષા દૂર કરવા માટે પોતાનો અહેવાલ આપ્યો હતો. આ સાક્ષીઓની સુરક્ષા દૂર કરવામાં આવી હતીઃ ૧-હબીબ રસૂલ સૈયદ, ૨- અમીનાબેન હબીબ રસૂલ સૈયદ, ૩-અકીલાબેન યાસીનમીન, ૪-સૈયદ યુસુફ ભાઈ, ૫-અબ્દુલભાઈ મરિયમ અપ્પા, ૬-યાકુબ ભાઈ નૂરન નિશાર, ૭-રજકભાઈ અખ્તર હુસૈન, ૮-નાઝીમભાઈ સત્તારભાઈ, ૯-માજીદભાઈ શેખ યાનુશ મહમદ, ૧૦-હાજી મયુદ્દીન, ૧૧- સમસુદ્દીન ફરીદા બાનુ, ૧૨-સમુદ્દીન મુસ્તફા ઇસ્માઇલ, ૧૩- મદીના બીબી મુસ્તફા, ૧૪-ભાઈલાલભાઈ ચંદુભાઈ રાઠવા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
