હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લખનૌની એક કોર્ટે રાહુલ ગાંધી પર 200 રૂપિયાનો દંડ ફટકાર્યો
વીર સાવરકર પર આપેલા નિવેદનની સુનાવણી દરમિયાન હાજર નહીં રહેતા કાર્યવાહી :હવે રાહુલ ગાંધીએ કોઈપણ ભોગે 14 એપ્રિલ 2025 ના રોજ કોર્ટમાં હાજર રહેવું પડશે

લખનૌની એક કોર્ટે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર 200 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વીર સાવરકર પર આપેલા નિવેદનની સુનાવણી દરમિયાન તેઓ કોર્ટમાં હાજર થયા ન હતા, જેના કારણે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે તેમની સામે આ કાર્યવાહી કરી છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે એવી પણ ચેતવણી આપી હતી કે રાહુલ ગાંધીએ કોઈપણ ભોગે 14 એપ્રિલ, 2025 ના રોજ કોર્ટમાં હાજર રહેવું પડશે.
જો કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી 14 એપ્રિલ, 2025 ના રોજ કોર્ટમાં હાજર નહીં થાય તો તેમની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. રાહુલ ગાંધીએ અકોલામાં એક પ્રેસ કોન્ફરન્સમાં વીર સાવરકર પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે સાવરકરને અંગ્રેજોના નોકર અને પેન્શનર કહ્યા હતા. રાહુલ ગાંધીના આ નિવેદન સામે નૃપેન્દ્ર પાંડે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચમાં પહોંચ્યા હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વતી એડવોકેટ પ્રાંશુ અગ્રવાલ કોર્ટમાં હાજર રહ્યા. તેમણે કોર્ટમાં હાજર રહેવાથી મુક્તિ મેળવવા માટે અરજી દાખલ કરી. તેની સુનાવણી લખનૌની ACJM કોર્ટમાં ચાલી રહી છે. ફરિયાદી વકીલ નૃપેન્દ્ર પાંડેએ કોર્ટને જણાવ્યું હતું કે વારંવાર સમન્સ પાઠવવા છતાં રાહુલ ગાંધી હાજર થઈ રહ્યા નથી. કોર્ટે તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
રાહુલ ગાંધીના વકીલ પ્રાંશુ અગ્રવાલે કોર્ટને જણાવ્યું કે તેઓ હાલમાં લોકસભામાં વિપક્ષના નેતા છે. તેમણે કોર્ટને કહ્યું, "રાહુલ ગાંધીની દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક હતી. આ ઉપરાંત, તેમને ઘણા કાર્યક્રમોમાં હાજરી આપવાની હતી, જેના કારણે તેઓ કોર્ટમાં હાજર રહી શક્યા નહીં." કીલ પ્રાંશુ અગ્રવાલે કહ્યું કે રાહુલ ગાંધી કોર્ટનો આદર કરે છે અને તેઓ જાણી જોઈને કોર્ટમાં હાજર રહેવાનું ટાળવાનો પ્રયાસ કરી રહ્યા નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
