News of Wednesday, 5th March 2025
UPSથી કર્મચારીઓની પેન્શનની પૂરી કરી શકાશે માંગ: પહેલી એપ્રિલથી લાગુ થશે યુનિફાઈડ પેન્શન સ્કીમ
UPS મારફતે પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછા 10 વર્ષની સેવા જરૂરી છે.

નવી દિલ્હી :કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વની માહિતી આવી છે.આગામી મહિને એટલે કે એપ્રિલ મહિનાથી નવા નિયમો લાગૂ થવા જઈ રહ્યા છે. કેન્દ્રીય નાણાં પ્રધાને 1લી એપ્રિલ 2025થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે UPS શરૂ કરવાની જાહેરાત કરી હતી.
આ યોજના વર્તમાન નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ના વિકલ્પ તરીકે કામ કરશે અને તેનો ઉદ્દેશ રિટાયરમેન્ટ બાદ કર્મચારીઓ માટે વધુ સારા ફાયનાન્શિયલ સિક્યોરિટી પૂરી પાડવાનો છે.
યુનિફાઈડ પેન્શન સ્કીમ એક નવું માળખુ છે, જેથી નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ની તુલનામાં વધારે સ્થિર અને વિશ્વસનીય પેન્શન લાભ પ્રદાન કરવા માટે ડિઝાઈન કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત કર્મચારીઓને તેમના અંતિમ વેતનના 50 ટકા પેન્શન મળશે.
NPS- NPS બજાર આધારિત છે, જેનો અર્થ છે કે પેન્શનની રકમ બજાર સ્થિતિ પર નિર્ભર છે. કર્મચારીનું યોગદાન 10 ટકા છે, અને સરકારનું યોગદાન 14 ટકા છે.
UPS- NPSથી વિપરી UPS બજાર આધારિત નથી. અને અંતિમ વેતનના 50 ટકાની પેન્શનની ગેરન્ટી આપે છે. સરકારનું યોગદાન વધારીને 18.5 ટકા થઈ ગયું છે, જ્યારે કર્મચારીનું યોગદાન એટલું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે UPS મારફતે પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછા 10 વર્ષની સેવા જરૂરી છે.
યુનિફાઈડ પેન્શન સ્કીમ વર્તમાન NPS અંતર્ગત તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે અને નવી યોજનામાં સ્વિચ કરવા ઈચ્છે તેમના માટે છે.
એપ્રિલ 2023માં નાણાં સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં રચવામાં આવેલ એક પેનલે NPSના પુનર્ગઠનની ભલામણ કરી હતી. તેનાથી યુનિફાઈડ પેન્શન સ્કીમનું નિર્માણ થયુ, જેનો લક્ષ્યાંક સરકારી કર્મચારીઓ માટે વધારે આર્થિક સુરક્ષા પ્રદાન કરવાનો છે.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
