તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 5th March 2025
મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા: એક કલાકમાં બે વાર ધરા ધ્રુજી
5.7 અને 4.1 ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા નોંધાયા: મણિપુરમાં ઇમારતો અને અન્ય માળખાઓને નજીવા નુકસાનના અહેવાલો

મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા. ભારતીય હવામાન વિભાગ (IMD) મણિપુર કેન્દ્ર અનુસાર, બુધવારે મણિપુરમાં એક કલાકની અંદર 5.7 અને 4.1 ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા અનુભવાયા. સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ નુકસાનના સમાચાર નથી.
IMD ના અહેવાલમાં જણાવાયું છે કે બંને ભૂકંપનું કેન્દ્ર મણિપુરનું કામજોંગ હતું. પહેલો ભૂકંપ સવારે ૧૧:૦૬ વાગ્યે આવ્યો હતો, અને બીજો ભૂકંપ બપોરે ૧૨:૨૦ વાગ્યે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાદેશિક ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આજે આસામ, મેઘાલય અને પ્રદેશના અન્ય ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બે ભૂકંપને કારણે મણિપુરમાં ઇમારતો અને અન્ય માળખાઓને નજીવા નુકસાનના અહેવાલો છે.
, મણિપુરમાં ઘણી ઇમારતોમાં તિરાડો પડી ગઈ છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા ઘણા વીડિયોમાં થૌબાલ જિલ્લાના વાંગજિંગ લામાડિંગ ખાતે એક શાળાની ઇમારતમાં તિરાડો જોવા મળી હતી, જ્યાં વંશીય અથડામણોથી પ્રભાવિત લોકો માટે રાહત શિબિર ચલાવવામાં આવી રહી હતી.
(8:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
